ચેસમાં ધ્યાન પટેલે જીત્યા 3 ગોલ્ડ:મલેશિયામાં કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતે નોંધાવી ઐતિહાસિક જીત

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

આંતરરાષ્ટ્રીય રમતોત્સવના મંચ પરથી ગુજરાત અને ભારત માટે અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધામાં અમદાવાદના બાળ ખેલાડી ધ્યાન પટેલે પોતાની બુદ્ધિ અને કૌશલ્યનો અદભુત પરિચય આપીને દેશનું નામ રોશન કર્યું છે. 3 ફોર્મેટ, 3 ગોલ્ડ મેડલ અને 1 ગોલ્ડન ચેમ્પિયન
મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે તા. 4-10-2026 થી તા. 12-10-2026 દરમિયાન ‘કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં Under 11 વયજૂથમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાન પટેલે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે રમતના ત્રણેય ફોર્મેટ – Rapid, Classical અને Blitz માં શાનદાર જીત હાંસલ કરીને 3 Gold Medals મેળવ્યા છે અને ચેમ્પિયન બનવાની સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પરીવાર અને કોચના સહકારથી સપનું સુવર્ણમાં બદલાયું
ધ્યાન પટેલની આ ઐતિહાસિક સફળતા પાછળ તેની સખત મહેનત અને પરિવારનો મજબૂત સાથ-સહકાર રહ્યો છે. તેને આ ક્ષેત્રે આગળ વધારવામાં તેની બહેન, માતા, પિતા, દાદા, દાદી, મિત્રો અને કોચ તરફથી સતત પ્રોત્સાહન અને પ્રેમ મળી રહ્યો છે. આ અદભુત સિદ્ધિ બદલ માયા દીપક સહિત સમગ્ર પરિવાર, મિત્રો અને દેશવાસીઓ તરફથી ધ્યાનને અંતરના આશીર્વાદ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *