JNU ખાતે એક પ્રોફેસર દ્વારા 11 વિદ્યાર્થીનીઓ સાથે થયેલી કથિત છેડતીના વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ વિવાદિત પ્રોફેસર, જેઓ મણિપુરના સાંસદ પણ છે, તેમના કૃત્યના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ભાજપ મહિલા મોરચાની કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી હતી. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી. ભાજપ મહિલા મોરચા 11 દીકરીઓને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યું હતું. ભાજપ મહિલા મોરચાએ સવાલ ઉઠાવ્યો કે, આ મુદ્દે કોંગ્રેસ કેમ મૌન છે. આ ઘટનાથી સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર પરમારને પણ ડિટેઇન કરાતા એમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ તે કેવી તાનાશાહી અને હિટલરશાહી છે કે, જેમાં ભાજપના કાર્યકરોને કાર્યક્રમ કરવા દેવામાં આવે છે, અને માત્ર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે.
JNU પ્રોફેસર પર વિદ્યાર્થિનીઓ સાથે છેડતીના આરોપ મામલે રાજકારણ ગરમાયું:કોંગ્રેસ કાર્યાલય સામે 11 દીકરીઓને ન્યાય અપાવવા જતી ભાજપ મહિલા કાર્યકરોની અટકાયત
📅 Published: October 12, 2026 |
📂 Category: gujarati-news
