ગુજરાત રાજ્યમાં પશુધન માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપતાં જ ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણ) અધિનિયમ, 2026’ આજથી જ સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે અમલી બની ગયો છે.
મૂંગા પશુઓને મળશે શુદ્ધ અને સાત્વિક આહાર
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા આ ખાસ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય મૂંગા પશુઓને ભેળસેળમુક્ત, શુદ્ધ અને યોગ્ય પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો છે. આ કાયદાના અમલીકરણથી રાજ્યના કરોડો પશુધનના સ્વાસ્થ્યનું રક્ષણ થશે અને અશુદ્ધ કે ગુણવત્તાહીન ખાદ્ય સામગ્રીથી પશુઓમાં થતા રોગો અટકાવી શકાશે.
ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સરકારી નિયંત્રણ
નવા કાયદા હેઠળ હવે પશુ આહાર, મરઘાં-ચણ તેમજ મિનરલ મિક્સચરના ઉત્પાદન, ગોડાઉન સંગ્રહ, વિતરણ અને વેચાણની સમગ્ર પ્રક્રિયા પર સરકારનું સખત નિયંત્રણ અને મોનિટરિંગ રહેશે. નિયમોનો ભંગ કરનાર કે અપ્રમાણસર ભેળસેળયુક્ત આહાર બનાવનાર વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
<a href="
=” target=”_blank”>
=
આ પણ વાંચો: Bhavnagar News: નવરાત્રિ બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર 1 પોલીસકર્મી અને 4 હોમગાર્ડ સસ્પેન્ડ
