Ahmedabadના બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલના પાર્કિંગમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો અને 3 વાહનો જપ્ત

📅 Published: October 12, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક લાલ આંખ કરવામાં આવી રહી છે, ત્યારે બાવળા ટાઉનમાં આવેલા ત્રિમૂર્તિ હોસ્પિટલના પાર્કિંગમાંથી ગેરકાયદે વિદેશી દારૂનું મોટું કટિંગ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન પાર્કિંગમાં સંતાડેલો અને વાહનોમાં હેરાફેરી માટે રખાયેલો ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

દારૂ-બીયર અને 11 લાખની કિંમતના 3 વાહનો જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ 5,472 નંગ જથ્થો (કિંમત રૂ.9.59 લાખથી વધુ) જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતાં ત્રણ મોંઘા વાહનો – અશોક લેલેન્ડ ગાડી, હ્યુન્ડાઇ i20 અને હ્યુન્ડાઇ ક્રેટા કાર (જેની અંદાજિત કિંમત રૂ.11 લાખ) પણ પોલીસે કબ્જે કરી લીધા છે. પોલીસે દારૂ અને ત્રણ વાહનો મળીને કુલ રૂ.20,59,496નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

3 ફરાર આરોપીઓ વોન્ટેડ, બાવળા પોલીસની તપાસ તેજ 

પોલીસ દરોડા દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર અને હેરાફેરી કરનાર 3 આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી સઘન શોધોખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *