આઘાત કે અતિશય સુખ હૃદયને બંધ પાડી દેશે!:'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' નાના પાટેકરનો જીવ લેનાર કાર્ડિયાક અરેસ્ટ જેટલું જ ખરતનાક, જાણો લક્ષણો અને બચવાની રીત

📅 Published: October 13, 2026 | 📂 Category: Lifestyle

તાજેતરમાં જ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું. આ એક તબીબી કટોકટી છે, જેમાં હૃદય અચાનક લોહી પંપ કરવાનું બંધ કરી દે છે. તેના કારણે મગજ અને શરીરના અન્ય ભાગો સુધી લોહી અને ઑક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય છે. ‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન’ (WHF) મુજબ, ભારતમાં દર વર્ષે હૃદયરોગને કારણે લગભગ 28 લાખ લોકોનાં મોત થાય છે. પરંતુ હૃદય સાથે જોડાયેલી દરેક સમસ્યા હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટ હોતી નથી. કેટલીક એવી સ્થિતિઓ પણ છે, જેના વિશે લોકો ઓછું જાણે છે. તેમાંથી એક ‘બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ’ છે. નામ સાંભળીને લાગે છે કે આ સિન્ડ્રોમ દિલ તૂટવા સાથે જોડાયેલો હશે, પરંતુ એવું નથી. ખરેખર, તીવ્ર ભાવનાત્મક આઘાત (સીવિયર ઇમોશનલ શૉક) અથવા શારીરિક તણાવ બાદ હૃદયના સ્નાયુઓ અચાનક નબળા પડી જાય છે. તેના લક્ષણો હાર્ટ અટેક જેવા હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેના વિશે જાણવું જરૂરી છે. આથી આજે ‘ફિઝિકલ હેલ્થ’માં ‘બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ’ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. સમીર કુબ્બા, ડિરેક્ટર, કાર્ડિયોલોજી, ધર્મશિલા નારાયણા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, દિલ્હી પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ શું છે? જવાબ- તેને પૉઇન્ટર્સ દ્વારા સમજીએ- પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની હૃદય પર શું અસર પડે છે? જવાબ- આમાં હૃદયનું ડાબું વેન્ટ્રિકલ યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી. આથી તેની પંપિંગ ક્ષમતા ઘટી શકે છે. ગંભીર કિસ્સાઓમાં તેના કારણે હાર્ટ ફેલ્યોર, અનિયમિત ધબકારા અથવા બ્લડ ક્લોટ બનવા જેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ કેમ થાય છે? જવાબ- તેને પોઇન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- શું રોજિંદા જીવનનો તણાવ પણ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનું કારણ બની શકે છે? જવાબ- સામાન્ય રીતે આ સ્થિતિ અચાનક થતાં તીવ્ર ભાવનાત્મક અથવા શારીરિક તણાવ પછી જોવા મળે છે. નોકરીનું દબાણ, આર્થિક મુશ્કેલી અથવા પારિવારિક વિવાદ જેવી પરિસ્થિતિઓ તણાવ વધારી શકે છે. જોકે, રોજિંદા તણાવમાં રહેવાનો અર્થ એ નથી કે વ્યક્તિને આ સિન્ડ્રોમ થશે. તેની પાછળની ચોક્કસ પ્રક્રિયા અને જોખમી પરિબળો અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે. પ્રશ્ન- શું ખુશખબર મળવાથી પણ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ થઈ શકે છે? જવાબ- હા, ખૂબ વધારે ખુશી અથવા ઉત્સાહ સાથે જોડાયેલી ઘટનાઓ પણ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમને ટ્રિગર કરી શકે છે. તેને ‘હેપ્પી હાર્ટ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના શરૂઆતના લક્ષણો શું છે? જવાબ- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના શરૂઆતના લક્ષણો અચાનક દેખાઈ શકે છે. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ અને હાર્ટ અટેકમાં શું તફાવત છે? જવાબ- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ અને હાર્ટ અટેક વચ્ચેનો મુખ્ય તફાવત તેમના કારણોનો છે. ગ્રાફિકમાં બંને વચ્ચેનો તફાવત જોઈએ- પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના રિસ્ક ફેક્ટર્સ શું છે? જવાબ- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે, પરંતુ કેટલાક લોકોમાં તેનું જોખમ વધારે હોય છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- છાતીમાં દુખાવો થાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જવાબ- તેને ગેસ અથવા તણાવ સમજીને અવગણવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખો, ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- ડૉક્ટરો બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની ઓળખ કેવી રીતે કરે છે? જવાબ- આ માટે ડૉક્ટરો મેડિકલ હિસ્ટ્રી અને શારીરિક તપાસ કર્યા બાદ કેટલાક ટેસ્ટ કરાવે છે, જેથી હાર્ટ મસલ્સની કાર્યક્ષમતા અને તેની લોહી પંપ કરવાની ક્ષમતા જાણી શકાય. આ ટેસ્ટના આધારે ડૉક્ટર બીમારીનું નિદાન કરે છે. તેના લક્ષણો હાર્ટ અટેક જેવા હોઈ શકે છે, તેથી પહેલા હાર્ટ અટેકની સંભાવનાની તપાસ કરવી જરૂરી હોય છે. પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની સારવાર શું છે? જવાબ- તેની સારવારમાં મુખ્યત્વે દવાઓ આપવામાં આવે છે અને હૃદયની કાર્યક્ષમતાનું મોનિટરિંગ કરવામાં આવે છે. સારવાર દર્દીની સ્થિતિ અને હૃદયની પમ્પિંગ ક્ષમતાના આધારે નક્કી થાય છે. પ્રશ્ન- શું બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ જીવલેણ બની શકે છે? જવાબ- હા, બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ કેટલાક કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે. તેમાં હાર્ટની પમ્પિંગ ક્ષમતા અચાનક ઘટી જવાથી હાર્ટ ફેલ્યોર, અનિયમિત ધબકારા અથવા લોહીના ગઠ્ઠા બનવા જેવા ગંભીર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં કાર્ડિયોજેનિક શૉક પણ થઈ શકે છે. પ્રશ્ન- શું એક વાર બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ થયા પછી તે ફરીથી થઈ શકે છે? જવાબ- હા, પરંતુ તેનું જોખમ ઓછું હોય છે. ભાવનાત્મક તણાવ, શારીરિક તણાવ અથવા કોઈ બીજી ગંભીર ઘટના તેને ટ્રિગર કરી શકે છે. તેથી સાજા થયા પછી પણ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી, દવાઓ લેવી અને તણાવનું સંચાલન કરવું જરૂરી છે. પ્રશ્ન- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય? જવાબ- સ્વસ્થ જીવનશૈલીથી તેનું જોખમ ઘટાડી શકાય છે. તેના માટે-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *