મહેસાણા શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર સામે સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ કામગીરી પાર પાડી છે. મનોહર પાર્ક સોસાયટીથી લાખવડી ભાગોળ જતાં રસ્તે દરગાહ નજીકથી એલસીબીએ દેશી બનાવટની પિસ્તોલ, મેગેજીન અને જીવતા કારતૂસ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોની અટકાયત કરી છે. પરા ટાવર પાસે મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો
મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સાઈબાબા રોડ પર આવેલા મનોહર પાર્ક સોસાયટી નજીક બે શંકાસ્પદ ઇસમો હથિયાર સાથે ઊભા હોવાની ખાનગી બાતમી હેડ કોન્સ્ટેબલને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને સગીરોને ઝડપી લીધા હતા. 3 જીવતા કારતૂસ અને દેશી પિસ્તોલ કબજે કરાઈ
પોલીસે બંને કિશોરોની અંગઝડતી લેતાં તેમની પાસેથી પાસ-પરમિટ વિનાની દેશી બનાવટની 1 પિસ્તોલ, 1 મેગેજીન, 3 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 35,300નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ સાહિત્ય જપ્ત કરી બંને સગીરોની અટકાયત કરી છે. જેલપ્રાપ્ત આરોપી તોફિક મોયડીએ હથિયાર આપ્યાનો ખુલાસો
પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ હથિયારો કસ્બા છીંદીવાડો વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં ગાંજાના કેસમાં 7 વર્ષની સજા પામેલા કુખ્યાત ગુનેગાર તોફિકખાન ઉર્ફે મોયડી નુરમહંમદખાન પઠાણે આપ્યા હતા. હથિયાર સપ્લાય કરનાર તોફિક મોયડી ફારર હોવાથી મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે સગીરો ઝડપાયા:LCBએ ₹35,300નો મુદ્દામાલ જપ્ત કરી હથિયાર આપનાર કુખ્યાત તોફિક મોયડી સામે ગુનો દાખલ કર્યો
📅 Published: October 13, 2026 |
📂 Category: gujarati-news
