England Cricketમાં મોટા ફેરફાર! ECB એ જાહેર કરી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી

📅 Published: October 13, 2026 | 📂 Category: cricket

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે ECBએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડના પુરુષ ખેલાડીઓ માટે ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં 9 ખેલાડીઓનો સમાવેશ થયો છે.આ વખતે ટોમ બેન્ટન સહિત 7 ખેલાડીઓને પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ઝડપી બોલર ઓલી રોબિન્સનની પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં વાપસી થઈ છે. તેને અગાઉ 2022 અને 2023માં આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

ECBએ ખેલાડીઓની પસંદગી કરતી વખતે તેમના પાછલા વર્ષના પ્રદર્શન ઉપરાંત આગામી સમયમાં ટેસ્ટ, વનડે અને T20 જેવા વિવિધ ફોર્મેટમાં રમવાની સંભાવનાને પણ ધ્યાનમાં લીધી છે. નવી યાદી ઇંગ્લેન્ડ ક્રિકેટના ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

7 ખેલાડીઓને પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

ECBની નવી યાદીમાં ટોમ બેન્ટન, સેમ કુક, જોર્ડન કોક્સ, હેનરી ક્રોકોમ્બ, એમિલિયો ગે, મેથ્યુ ફિશર અને ડેન લૉરેન્સનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે.આ ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવો તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર દ્વારા ECB વિવિધ ફોર્મેટમાં તેમના યોગદાન અને ભવિષ્યની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ સાથે લાંબા ગાળાનું આયોજન કરી શકે છે.બીજી તરફ, ઓલી રોબિન્સનની વાપસી પણ ધ્યાન ખેંચે છે. અગાઉના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બાદ હવે ફરી તેને આ યાદીમાં સ્થાન મળ્યું છે.

11 ખેલાડીઓને 2 વર્ષનો કરાર

ECBએ 11 ખેલાડીઓને 2 વર્ષનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કરાર 30 સપ્ટેમ્બર 2028 સુધી માન્ય રહેશે.આ યાદીમાં જો રૂટ, હેરી બ્રુક, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, હેનરી ક્રોકોમ્બ, સેમ કરન, વિલ જેક્સ અને જોશ ટંગનો સમાવેશ થાય છે.આ ખેલાડીઓ ઇંગ્લેન્ડની ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ટીમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. લાંબા ગાળાના કરારથી બોર્ડને ખેલાડીઓના આયોજન અને વિવિધ સ્પર્ધાઓ માટેની તૈયારીમાં મદદ મળી શકે છે.

ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ તમામ 30 ખેલાડીઓ

જો રૂટ, હેરી બ્રુક, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, હેનરી ક્રોકોમ્બ, સેમ કરન, વિલ જેક્સ, જોશ ટંગ, રેહાન અહેમદ, ટોમ બેન્ટન, શોએબ બશીર, જૉસ બટલર, બ્રાઇડન કાર્સ, સેમ કુક, લિયામ ડૉસન, બેન ડકેટ, એમિલિયો ગે, મેથ્યુ ફિશર, ડેન લૉરેન્સ, સાકિબ મહમૂદ, જૅમી ઓવરટન, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, ઓલી રોબિન્સન, ફિલ સૉલ્ટ અને જૅમી સ્મિથ.

ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટમાં 9 ખેલાડીઓ

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઉપરાંત ECBએ પુરુષ ખેલાડીઓ માટે ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટની યાદી પણ જાહેર કરી છે. તેમાં જેમ્સ કોલ્સ, મેસન ક્રેન, જોશ હલ, એડી જૅક, બેન મેકિની, લિયામ પેટરસન-વ્હાઇટ, થોમસ રેવ, મેથ્યુ રેવિસ અને મિચ સ્ટેનલીનો સમાવેશ થાય છે.આ યાદીમાં 18 વર્ષના થોમસ રેવ સૌથી યુવા ખેલાડી છે. તેણે આ વર્ષે યોજાયેલા ICC પુરુષ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડની યુવા ટીમનું નેતૃત્વ કર્યું હતું.ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ યુવા ખેલાડીઓને આગળ વધવાની અને ભવિષ્યમાં સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપે છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય

ECBની નવી કોન્ટ્રાક્ટ યાદીમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ક્રિકેટરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા 7 ખેલાડીઓ અને ડેવલપમેન્ટ યાદીમાં સામેલ યુવા ખેલાડીઓ હવે પોતાની રમતને વધુ મજબૂત બનાવવાની તક મેળવી શકશે.આગામી સમયમાં વિવિધ ફોર્મેટમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન કેવું રહે છે અને નવા ખેલાડીઓ ટીમમાં કેટલી અસર ઊભી કરે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો- Vaibhav Sooryavanshiને બેંચ પર બેસાડતા ભડક્યા કોચ મનીષ ઓઝા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *