અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જન્મદિવસની ઉજવણી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા તેમજ સ્કોર્પિયો કાર પર ગેરકાયદેસર રીતે ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી રોફ જમાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયો ધ્યાન પર આવતાં સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કારચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CCTVના આધારે કારચાલકની ઓળખ થઈ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્કોર્પિયો કાર પર પોલીસ લખેલું બોર્ડ અને રિવરફ્રન્ટ પર જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરાતી હોવાનું સ્પષ્ટ જણાતું હતું. પીઆઈ જે.પી. ચૌધરીની સૂચનાથી પોલીસે રિવરફ્રન્ટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી સ્કોર્પિયો કારનો નંબર મેળવ્યો હતો. કાર માલિકની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે, બોપલ-ધુમા રોડ પર રહેતો કિશન ભાલોડિયા તેમની કાર લઈને રિવરફ્રન્ટ પર ફરવા નીકળ્યો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધ્યો
તપાસ દરમિયાન કિશન ભાલોડિયાએ જ કારમાં પોલીસનું બોર્ડ લગાવીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે જાહેરનામાનો ભંગ કરવા, કાર પર ગેરકાયદેસર પોલીસનું બોર્ડ લગાવવા અને જાહેરમાં ફટાકડા ફોડી ભયનું વાતાવરણ ઊભું કરવા મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
સ્કોર્પિયોમાં ‘પોલીસ’નું બોર્ડ લગાવી ફટાકડા ફોડી શો બાજી કરનાર ઝડપાયો:સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વાઇરલ વીડિયોના આધારે બોપલના કિશન ભાલોડિયાની અટકાયત કરી
📅 Published: October 13, 2026 |
📂 Category: gujarati-news
