Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરોની કરી ધરપકડ!

📅 Published: October 13, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. અલગ-અલગ ક્લિનિકો પર એકસાથે દરોડા પાડીને કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 16 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. SOG ની આ સપાટાબંધ કાર્યવાહીથી નકલી ક્લિનિકો ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કમ્પાઉન્ડરમાંથી બની ગયા હતા ડોક્ટર

પોલીસ અને આરોગ્ય અધિકારીઓની ટીમે ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલીને ખાતરી કર્યા બાદ આ સરપ્રાઇઝ રેડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા મોટાભાગના બોગસ ડોક્ટરો માત્ર ધોરણ 10 થી 12 કે સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે. ભૂતકાળમાં વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કર્યા બાદ તેમણે ગેરકાયદેસર ક્લિનિક ખોલી નાખ્યા હતા. કેટલાક નકલી ડોક્ટરો તો છેલ્લા 10 થી 33 વર્ષ જેવા લાંબા સમયથી પ્રેક્ટિસ કરીને દૈનિક હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.

દવાઓ અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન ક્લિનિકોમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ, સિરપ અને તબીબી સાધનો મળી કુલ રૂ. 1.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ 16 આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *