Boat Accident: બિહારના વૈશાલીમાં ગંગા નદીમાં મોટી દુર્ઘટના, હોડી પલટી જતાં 8 લોકોનાં મોત

📅 Published: October 13, 2026 | 📂 Category: India National

બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 8 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ પાસે બની હતી. અહેવાલ મુજબ, હોડીમાં આશરે 20 યુવાનો અને બાળકો સવાર હતા અને તેઓ નજીકના ગામમાં ભોજન સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. નદીના મધ્ય પ્રવાહમાં હોડી અચાનક અસંતુલિત થઈને પલટી ગઈ હતી. 

હોડી પલટી જતાં તેમાં સવાર લોકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ રાઘોપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે SDRFની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાંથી 8 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 

આ દુર્ઘટનામાં મોટાભાગે યુવાનો અને બાળકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકનું વાતાવરણ છે. જિલ્લા વહીવટી તંત્રે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: Bihar News: ગોપાલગંજમાં ગેસ સિલિન્ડરમાં ભીષણ આગ લાગતા 24 લોકો દાઝ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *