Talod : લોદ ખાતે વય વંદના કાર્યક્રમનું આયોજન કરાયું

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

લાયન્સ ક્લબ ઓફ્ તલોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ તથા બ્રહ્માકુમારી બહેનો દ્વારા બ્રહ્માકુમારી ભવન તલોદ ખાતે વય વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વયસ્ક પીઢ પત્રકાર અને ઉપપ્રમુખ બાબુભાઈ પટેલને સાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. જ્યારે તમામ વયસ કોને ગુલાબની ફૂલછડીથી સ્વાગત કરાયું હતું. પિતૃ અમાસ્યાના દિવસે સર્વ પિતૃઓને બ્રહ્મકુમારી બહેનો દ્વારા ભાવપૂર્ણ સંગીત મય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રમણભાઈ પટેલે બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. આ સમારંભમાં બ્રહ્માકુમારી તલોદ સંચાલક સંપાદીદી પુસરીથી સાવિત્રીબેન દીદી લાયન્સ પ્રમુખ લીલાબેન ગૌસ્વામી તથા હોદ્દેદારો તથા કર્મચારી મંડળના પ્રમુખ બાબુભાઈ પટેલ મંત્રી સુભાષભાઈ ગૌસ્વામી તથા ઉદેશી સિંહ પરમાર તથા તમામ હોદ્દેદારો અને વયસ્કો ઉપસ્થિત રહ્યા હતા અને મંડળની કાર્યવાહી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *