Bayad : મોડાસામાં ફુડ વિભાગે નવરાત્રિ ગરબાના આયોજનો પરનાં ફુડ સ્ટોલ્સની તપાસ કરી

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગરબા આયોજકોને ત્યાં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલ્સ, લારી-ગલ્લા અને ફાસ્ટ ફૂડ ચલાવતા સંચાલકો પર ગત રાત્રે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્થળ પર જ ખાદ્યચીજોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. 10 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અખાદ્ય ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો હતો. નવરાત્રિ મહોત્સવ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જે મુજબ તૈયાર ખોરાકમાં હાનિકારક કલરનો ઉપયોગ ન કરવા, વાસી ખોરાક ન પીરસવા, એક્સપાયરી તારીખવાળા ઠંડા પીણા, પાણી અને રો મટિરિયલનો વપરાશ ટાળવા તેમજ ફૂડ રજિસ્ટ્રેશન સર્ટિફ્કિેટ વગર ખાદ્ય ચીજોનું વેચાણ ન કરવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટો ઠંડા વાતાવરણમાં રાખી વેચાણ કરવા, ગરમ ખાદ્ય ચીજોનું વેચાણ કરવા, કચરો કચરાપેટીમાં જ નાખવા, ન્યૂઝ પેપરમાં નાસ્તો ન આપવા અને ક્લોરિનેશનવાળા પાણીનો ઉપયોગ કરવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ હતી. મોડાસામાં આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે અર્બુદા રંગતાળી નવરાત્રિ મહોત્સવના બંધન કેટરર્સ, નાલંદા પાર્ટી પ્લોટ ખાતે રમઝટ નવરાત્રિ મહોત્સવના દાહોદ સ્પેશિયલ કેટરર્સ, સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે જગદંબા નવલી રાત નવરાત્રિ મહોત્સવમાં ચાલતા ખુશી કેટરર્સ તેમજ કલ્યાણ લાઈવ વેર્ફ્સ સહિતના સ્થળો પર આ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 10 સેમ્પલનાં ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે 1 બોટલ અખાદ્ય ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો હતો. અરવલ્લીના ફૂડ ડેઝિગ્નેટેડ ઓફ્સિરના જણાવ્યા પ્રમાણે નવરાત્રિના ગરબા દરમિયાન આ પ્રકારે ચેકિંગની કામગીરી દરરોજ સતત ચાલુ રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *