Vadodar : પાદરાના પીપળી ગામે અંગારેશ્વર યાત્રા સંઘ દ્વારા ધજા ચડાવાઇ

📅 Published: October 13, 2026 | 📂 Category: Baroda

પાદરાના સુપ્રસિદ્ધ શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રીનાં પહેલા નોરતે અંગારેશ્વર પગપાળા યાત્રા સંઘ દ્વારા ધજા ચડાવાઇ હતી. અંગારેશ્વરના રાઠોડ સમાજ દ્વારા પીપળી ધામ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજી મંદિરે ધજા સાથેનો પગપાળા પીપળી ગામે પહોંચ્યો હતો. શ્રી નાગણેશ્વરી માતાજી મંદિરે ધજા ચડાવાઇ હતી. પીપળી નાગણેશ્વરી માતાજી મંદિર શ્રદ્ધાનું અનેરુ મહત્વ ધરાવે છે. રાઠોડ સમાજનો અંગારેશ્વર પગપાળા યાત્રા સંઘ દ્વારા શનિવારે વહેલી સવારે જય માતાજીનાં ઘોષ અને જયકારા સાથે નીકળ્યો હતો. રવિવારે બપોરે પીપળી ધામ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિરે નાગણેશ્વરી માતાજી સંસ્થા દ્વારા અંગારેશ્વર પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરાયું હતું. પીપળી ગામે અંગારેશ્વર યાત્રા સંઘ દ્વારા કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનાં મંદિરે ભુવાજી ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ધજા ચડાવીને શ્રી નાગણેશ્વરી માતાજી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાદરાના પીપળી રાઠોડ સમાજના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીને નવરાત્રીમાં નવ દિવસ વિવિધ કાર્યક્રમો દરમિયાન માતાજીને સોળે શણગાર કરાય છે. નવરાત્રિમાં હજારો ભક્તોની આસ્થા સાથે હાજરી આપે છે નવરાત્રી દરમિયાન પીપળી ધામના શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે વડોદરા, પાદરા તથા આસપાસના ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. અનેક ભક્તો પગપાળા અને ઉઘાડા પગે માતાજીના દર્શન કરવા પીપળી ધામ ખાતે પહોંચે છે. વર્ષોથી મંદિર ખાતે આસો નવરાત્રીની આઠમના દિવસે ભવ્ય મેળો અને નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે. જેમાં હજારો શ્રદ્ધાળુ ઉપસ્થિત રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *