રાજ્ય સરકારે આગામી બજેટની તૈયારીઓ શરૂ કરી:નવરાત્રિથી જ બેઠકોનો દોર, ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર થવાની શક્યતા

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય સરકારે આગામી બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાણાં વિભાગ દ્વારા નવરાત્રિથી જ બજેટલક્ષી બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠકોમાં જૂની અને નવી બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ગત વર્ષના બજેટમાં જાહેર કરાયેલી જૂની બાબતો પાછળ કેટલો ખર્ચ થયો અને કઈ બાબતો હજુ બાકી છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ આગામી બજેટમાં કઈ નવી યોજનાઓ અને વિકાસલક્ષી કામોનો સમાવેશ કરી શકાય તે અંગે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. નવી યોજનાઓ માટેના નાણાકીય જોગવાઈઓ અંગે વિચારણા
નાણાં વિભાગે રાજ્ય સરકારના તમામ વિભાગોને આગામી બજેટ માટે નવી બાબતો તૈયાર કરવા સૂચના આપી છે. વિભાગોને પોતાની જરૂરિયાતો, નવી યોજનાઓ અને આગામી વર્ષમાં હાથ ધરાનારા કામોની વિગતો તૈયાર કરવા જણાવાયું છે. આ વિગતોના આધારે બજેટમાં કઈ બાબતોનો સમાવેશ કરવો અને તેના માટે કેટલી નાણાકીય જોગવાઈ કરવી તે અંગે વિચારણા કરવામાં આવશે. બજેટ ચૂંટણીલક્ષી બની શકે તેવી શક્યતા
આગામી બજેટ સત્રને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારથી જ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ સહિતના રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને બજેટ ચૂંટણીલક્ષી બની શકે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. જો કે, બજેટમાં કઈ નવી જાહેરાતો કરવામાં આવશે અને કયા ક્ષેત્રોને પ્રાથમિકતા અપાશે તે અંગેની સ્પષ્ટતા આગામી બેઠકો અને વિભાગો દ્વારા રજૂ કરવામાં આવનારી દરખાસ્તો બાદ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *