હવામાન વિભાગની આગાહી મુજબ 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ટ્રફ સક્રિય થવાના કારણે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા નોરતાની મજા બગડી શકે છે. આમ, એક તરફ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. ઓક્ટોબર મહિનામાં પણ આકરી ગરમીનો અનુભવ
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં છેલ્લા 9 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં તાપમાન આ સ્તરે પહોંચ્યું છે. આ અગાઉ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
છેલ્લા નોરતાંની મજા બગડશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:19 ઓક્ટોબરે આ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
