ગોધરાની સરકારી ઉર્દૂ માધ્યમિક શાળામાં શિક્ષકોના અભાવે 130 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. લાંબા સમયથી શાળામાં નિયમિત શિક્ષકો નથી.
ઉર્દૂ શિક્ષકોની નિમણૂકમાં વિલંબ
વર્ષ 2025માં માધ્યમિક વિભાગ શરૂ કરવાની મંજૂરી મળી, પણ ઉર્દૂ શિક્ષકોની નિમણૂક થઈ નથી. ધોરણ 9ના વિદ્યાર્થીઓને જમીન પર બેસીને ભણવું પડે છે. ચાર્જ પર શિક્ષક
જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલે જણાવ્યું કે, તેમની પાસે ઉર્દૂ શિક્ષકો નથી. ગુજરાતી શિક્ષકોમાંથી એકની બદલી થઈ અને બીજા રજા પર છે. હાલ ચાર્જ આચાર્ય મૌલવી ઇકબાલ બોકડાને સોંપાયો છે.
પરીક્ષા નજીક તૈયારી કેમ થશે?
આચાર્ય બોકડાએ જણાવ્યું કે, ગુજરાતી શિક્ષકો ઉર્દૂ ન ભણાવી શકતા હોવાથી પરત જતા રહે છે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષા નજીક છે, ત્યારે શિક્ષકો વિના વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરશે?
