હોલીવૂડ સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટીને અમેરિકાથી ફંડિંગ મળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીના વિરોધી અમેરિકન ડોનર્સ અભિજિત દીપકેને પૈસા મોકલી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ પૈસાનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા અને સરકારના કામમાં અડચણ ઊભી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મિલબેને X પર પોસ્ટ કરીને ભારતના યુવાનોને અવાજ ઉઠાવવાની અપીલ કરી. તેમણે લખ્યું, ‘આ ચૂપ રહેવાનો સમય નથી.’ મિલબેન બોલ્યાં- PM મોદી બાહ્ય શક્તિઓ સામે નહીં ઝૂકે મિલબેને દાવો કર્યો કે કેટલાક US ડોનર્સ વિશ્વભરના રૂઢિચુસ્ત નેતાઓને નિશાન બનાવવાની એક નિશ્ચિત રીત અપનાવે છે. તેમણે આરોપ લગાવ્યો, ‘તેઓ તે દેશમાંથી અમેરિકામાં અભ્યાસ કરેલી કોઈ વ્યક્તિને શોધે છે, તેને કટ્ટરવાદી બનાવે છે, પાછા દેશમાં મોકલે છે અને અરાજકતા તથા તબાહી ફેલાવવા માટે ભંડોળ પૂરું પાડે છે.’ મિલબેને વડાપ્રધાન મોદીનો બચાવ કરતાં કહ્યું કે તેઓ 25 વર્ષથી સરકારમાં રહીને લોકોની સેવા કરી રહ્યા છે અને 12 વર્ષથી વડાપ્રધાન છે. તેઓ અમેરિકાથી આવતી તે શક્તિઓ સામે ઝૂકશે નહીં. 4 પ્રસંગોએ મિલબેને મોદીને સમર્થન આપ્યું 1. કિસાન આંદોલન અંગે: મિલબેને ફેબ્રુઆરી 2021માં કિસાન આંદોલન દરમિયાન મોદી સરકારના કૃષિ કાયદાઓનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમને ખેડૂતોનું જીવન વધુ સારું બનાવવાના મોદીના વિઝન પર વિશ્વાસ છે. 2. મણિપુર હિંસા અંગે: ઓગસ્ટ 2023માં મણિપુર હિંસાના મુદ્દે પણ તેમણે મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે તે સમયે કહ્યું હતું કે ભારતને પોતાના નેતા પર વિશ્વાસ છે અને મોદી મણિપુરના લોકોની આઝાદી માટે લડશે. 3. BBCની ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરી અંગે: મિલબેને BBCની ડોક્યુમેન્ટરી ‘India: The Modi Question’ની ટીકા કરતા મોદી સરકારનું સમર્થન કર્યું હતું. 2023માં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. 4. CAA કાયદા અંગે: માર્ચ 2024માં નાગરિકતા સુધારા કાયદો (CAA) લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ મિલબેને મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે ભારતીય મતદારોને મોદીને મત આપવા અપીલ પણ કરી હતી. મિલબેને PM મોદ સાથે પહેલી મુલાકાતમાં તેમના પગ સ્પર્શ કર્યા હતા મેરી મિલબેન અમેરિકન ગાયિકા અને અભિનેત્રી છે. ભારતમાં તેમને 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઓળખ મળી હતી. જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમણે ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. આ દરમિયાન તેમણે મોદીના પગ પણ સ્પર્શ કર્યા હતા, ત્યારબાદ ભારતમાં તેમની ઘણી ચર્ચા થઈ હતી. ભારતમાં પણ CJP ફંડિંગ પર સવાલો ઉઠ્યા હતા દીપકેએ કહ્યું હતું- CJPનો ખર્ચ મિત્રો મળીને ઉઠાવે છે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વિદેશી ફંડિંગના આરોપોને ફગાવી દીધા છે. CJPના આંદોલનોના ખર્ચ અંગે દીપકેએ કહ્યું હતું કે તેઓ અને તેમના મિત્રો મળીને પૈસા એકત્રિત કરે છે. તેમના જણાવ્યા અનુસાર, સંગઠનને કોઈ બાહ્ય દાતા અથવા મોટા ઉદ્યોગપતિ પાસેથી આર્થિક મદદ મળી નથી. તેમણે આગળ ક્રાઉડફંડિંગ દ્વારા પૈસા એકત્રિત કરવાની યોજના પણ જણાવી હતી. વિદેશી ફંડિંગના આરોપો અંગે દીપકેએ ગૃહમંત્રી અમિત શાહને પણ સવાલ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો આંદોલનમાં વિદેશી નાણાં આવ્યા છે, તો તેની તપાસની જવાબદારી ગૃહ મંત્રાલયની છે. 10 ઓક્ટોબરે થયેલા દિલ્હી પ્રદર્શન પર હાર્વર્ડના બે નિવેદનો દિલ્હીમાં 10 ઓક્ટોબરે થયેલા પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી અંગે હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓના બે જૂથોએ અલગ-અલગ નિવેદનો જાહેર કર્યા. પ્રથમ જૂથે પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે બર્બરતા, ગેરકાયદેસર અટકાયત અને બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. 12 ઓક્ટોબરે જાહેર કરાયેલા આ નિવેદન પર 100 પૂર્વ વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કર્યા હતા. બીજી તરફ, બુધવારે જાહેર કરાયેલા બીજા નિવેદન પર 44 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. પોતાને ‘હાર્વર્ડ કમ્યુનિટી’ ગણાવતા આ જૂથે ભારતની બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ ચાલી રહેલા કથિત અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી. તેમાં ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશની કચેરી અને સંસદ વિરુદ્ધ નકારાત્મક માહોલ ઊભો કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ————————— આ સમાચાર પણ વાંચો: દિલ્હી પ્રદર્શન પર વર્લ્ડ મીડિયા રિએક્શન:અલ-જઝીરાએ લખ્યું- મોદી માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર, NYTએ લખ્યું: વિપક્ષ એક્ટિવ-મોદીની છબીને ઝટકો ભારતમાં SIR- CEC સામે વિરોધ-પ્રદર્શન ચાલુ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ મામલાને દુનિયાભરના મીડિયા સંસ્થાનોએ મહત્ત્વ આપીને કવર કર્યો છે. NYT મુજબ, પોલીસની કાર્યવાહીને કારણે મોદીની લોકતાંત્રિક નેતા તરીકેની છબીને ઝટકો લાગ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
'CJPને અમેરિકાથી ફંડ મળે છે':હોલીવુડ સિંગરનો આરોપ, PM મોદીના વિરોધી દીપકેને પૈસા મોકલી રહ્યા છે, ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ
📅 Published: October 14, 2026 |
📂 Category: International
