બોટાદ નગરપાલિકાએ નાગલપર દરવાજા પાસે દબાણો હટાવ્યા:જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તારોમાં દંડ ફટકારી કાર્યવાહી કરાઈ

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ શહેરમાં નગરપાલિકા અને જિલ્લા પોલીસ વિભાગે દબાણ હટાવવાની કાર્યવાહી કરી. શહેરના નાગલપર દરવાજા અને જ્યોતિગ્રામ સર્કલ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. આ દરમિયાન ખોટી રીતે દબાણ કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં બોટાદ નગરપાલિકા અને જિલ્લા પોલીસ વિભાગના ઘણા કર્મચારીઓ જોડાયા હતા. દબાણ કરનારા વ્યક્તિઓને ખાસ ચેતવણી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે જો ભવિષ્યમાં ફરીથી ગેરકાયદેસર દબાણ કરાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *