Vadodara : અંબાજી ચોકથી મેઈન બજાર અને અઢીભાગમાં પેવરબ્લૉક નંખાયા

📅 Published: October 14, 2026 | 📂 Category: Baroda

શિનોર મુકામે ગ્રામ પંચાયત દ્વારા આશરે 20 લાખ નાં ખર્ચે અંબાજી ચોકથી મેઈન બજાર સુધી, અને અઢીભાગ વિસ્તારમા પેવર બ્લોક નાખી ગામના આગેવાન સચિન પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શિનોર ગ્રામ પંચાયત દ્વારા વણઝારીવાડ, કોલોની વિસ્તાર, નાની ભાગોળનાં વિસ્તારોમાં પેવર બ્લોક, ગટર લાઈન, તેમજ જરૂરી સરક્ષણ દીવાલનાં કામો અલગ અલગ ગ્રાન્ટ તથા સ્વભંડોળમાંથી પૂર્ણ કરતા ગ્રામજનોમાં આનંદ સાથે સરપંચ કિન્નલબેન, ઉપ સરપંચ નિતિનભાઈ તેમજ ગ્રામ પંચાયતનાં સદસ્યોની કામગીરીથી સંતોષ જણાઈ રહ્યો છે. આજે ગ્રામ પંચાયત દ્વારા મા આદ્યશક્તિનાં નોરતા પહેલા અંબાજી મંદિરનાં ચોકથી મેઈન બજાર સુધી પેવર બ્લોકની કામગીરીનું લોકાર્પણ ઉપ સરપંચ નીતિનભાઈ, પંચાયત સદસ્યો અને વેપારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતમા આગેવાન સચિન પટેલનાં હસ્તે કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *