Reliance Joyland Milk: માત્ર 20 રૂ.માં ભૂખ અને તરસ એક સાથે છીપાશે! રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે લોન્ચ કર્યું 'જોયલેન્ડ' ફ્લેવર્ડ મિલ્ક

📅 Published: October 14, 2026 | 📂 Category: Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી (FMCG) પેટાકંપની ‘રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ’ (RCPL) દ્વારા ડેરી સેક્ટરમાં એક નવું સીમાચિહ્ન સર કરવામાં આવ્યું છે. કંપનીએ તમિલનાડુમાં ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કનું લોન્ચિંગ કરીને રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસલ ડેરી સામગ્રીઓથી તૈયાર કરવામાં આવેલું આ ડ્રિંક ગ્રાહકોને ઉત્તમ સ્વાદ અને પોષક તત્વો પૂરા પાડશે.

માત્ર રૂ. 20માં સ્ટ્રોબેરી અને વેનિલા ફ્લેવરમાં ઉપલબ્ધ

‘ઓછી કિંમતે વિશ્વસ્તરીય ગુણવત્તા’ પૂરી પાડવાના પોતાના વચનને આગળ વધારતા, રિલાયન્સે જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્કની કિંમત માત્ર રૂ. 20 રાખી છે. આ ડ્રિંક ગ્રાહકોને ખૂબ જ લોકપ્રિય એવા સ્ટ્રોબેરી અને વેનિલા જેવા સ્વાદિષ્ટ ફ્લેવર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી સામાન્ય લોકો પણ પોષણયુક્ત અને ટેસ્ટી બેવરેજ સરળતાથી માણી શકે.

ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારનું નિવેદન

આ લોન્ચિંગ વિશે વાત કરતા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારે જણાવ્યું હતું કે, “રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં અમારો આ પ્રવેશ RCPLના પોર્ટફોલિયોને વિસ્તારવાની દિશામાં એક મહત્વનું કદમ છે. જોયલેન્ડ ડ્રિંક થકી અમે ડેરીની અસલ સામગ્રી, શ્રેષ્ઠ ગુણવત્તા અને પરવડે તેવી કિંમતનો સંગમ લાવ્યા છીએ. તમિલનાડુથી શરૂ થયેલી આ સફરને એક વિશાળ ડેરી બેવરેજ બ્રાન્ડ તરીકે વિકસાવીને ધીરે ધીરે સમગ્ર ભારતમાં વિસ્તાર કરવામાં આવશે.”

સમગ્ર ભારતમાં તબક્કાવાર થશે વિસ્તાર

RCPLના મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને રિટેલ ક્ષમતાના કારણે જોયલેન્ડ હાલ તમિલનાડુના બજારોમાં ત્વરિત ઉપલબ્ધ થઈ ગયું છે. કંપનીની લાંબા ગાળાની યોજના હેઠળ આગામી સમયમાં આ સેગમેન્ટમાં નવા ફ્લેવર્સ ઉમેરવામાં આવશે, તેમજ તબક્કાવાર રીતે આ પ્રોડક્ટને સમગ્ર દેશના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે

આ પણ વાંચો: 14 October Top News: કંગનાને રાહત! દિવ્યાંગોને આજીવન પેન્શન, ધ્રુવ રાઠી સામે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *