સ્કૂલોમાં અભ્યાસ કરતી કિશોરવયની વિદ્યાર્થિનીઓના મેન્સ્ટ્રુએશન હાઇજિન મેનેજમેન્ટ (એમએચએમ) માટે હવે સ્કૂલોએ ચોક્કસ પ્રયાસો કરવા પડશે. આ માટે શિક્ષણ વિભાગે તાજેતરમાં એક પરિપત્ર જાહેર કર્યો છે. જે અંતર્ગત સ્કૂલોએ એમએચએમ માટે કઇ-કઇ વ્યવસ્થા કરી છે તેની વિગતો મગાવી છે. વિદ્યાર્થિનીઓની માટે હવે સ્કૂલોએ સેનેટરી નેપકિન આપવા પડશે. આ માટે આશાવર્કરોને પણ કામગીરી સોંપવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓ સેનેટરી નેપકિન બદલી શકે તે માટે વિશેષ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઊભું કરવાની સૂચના અપાઇ છે. આ વિશે આચાર્યો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, 2022 પહેલાંથી કેટલીક સ્કૂલોએ આવી વ્યવસ્થા ઊભી કરી છે. પણ આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ રાજ્યોના શિક્ષણ વિભાગ દ્વારા આ પરત્વે વધુ ગંભીરતા રાખવામાં આવી રહી છે. સ્કૂલો પાસેથી 4 મુખ્ય મુદ્દાઓમાં 25 સવાલોનો માહિતી મગાવવામાં આવી છે. જેમાં વોશરૂમની સગવડ, માસિકધર્મ બાદના અવશેષોના નિકાલની વ્યવસ્થા અને એમએચએમ ટ્રેનિંગને પણ આવરી લેવાઇ છે. જોકે, વડોદરામાં 300 જેટલી સ્કૂલો છે જેમાં ભણતી 75 હજાર જેટલી વિદ્યાર્થિઓ માટે આ જોગવાઇ મહત્વની બની શકે છે. સ્કૂલોને પેડ વેન્ડિંગ મશીનની જરૂર
હાલમાં કંપનીઓ દ્વારા સીએસઆર અંતર્ગત સેનેટરી નેપકિનો સ્કૂલોમાં અપાય છે. વિદ્યાર્થિનીઓ ઇમર્જન્સી માટે પેડ પોતાના બેગમાં લઇને જ આવે છે. પરંતુ હાલમાં સ્કૂલોને આ નેપકિનના વેન્ડિંગ મશીનોની પણ જરૂર છે. > કલ્પનાબેન પટેલ, કો-ઓર્ડિનેટર ટીચર. સુવિધા ન હોય તો સ્કૂલોએ કારણો આપવા પડશે
જો શાળામાં એમએચએમ માટે સુવિધા કે જોગવાઈ ન હોય તો આ સુવિધાઓ ઊભી કરવામાં કયા અવરોધો છે અને તેના ઉકેલ માટે શું વ્યવસ્થા કરી શકાય તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. એક નિવૃત્ત આચાર્યના જણાવ્યા મુજબ, ઘણી શાળાઓ આર્થિક કે અન્ય કારણોસર આવી વ્યવસ્થા કરતી નથી. આ માટે સમયાંતરે વિશેષ પરિપત્રો અને સૂચનાઓ પણ જાહેર કરવામાં આવે છે. મહત્ત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શાળાઓમાં મફત સેનેટરી પેડ્સ અને સુરક્ષિત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. મેન્સ્ટ્રુએશન હાઇજિન માટે સ્કૂલમાં નેપકિનના નિકાલની વ્યવસ્થા જરૂરી
સ્કૂલો પાસેથી 4 મુખ્ય મુદ્દાઓમાં 25 સવાલોનો માહિતી મગાવવામાં આવી છે. જેમાં વોશરૂમની સગવડ, માસિકધર્મ બાદના અવશેષોના નિકાલની વ્યવસ્થા અને એમએચએમ ટ્રેનિંગને પણ આવરી લેવાઇ છે. જોકે, વડોદરામાં 300 જેટલી સ્કૂલો છે જેમાં ભણતી 75 હજાર જેટલી વિદ્યાર્થિઓ માટે આ જોગવાઇ મહત્વની બની શકે છે. સ્કૂલોએ MHM માટે આ વ્યવસ્થા કરવાની છે
એજ્યુકેશન રિપોર્ટર:સ્કૂલોમાં કિશોરીઓને સેનેટરી પેડ આપવા પડશે, MHM અંગે 25 વિગતો મગાવાઈ
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
