મારી સોસાયટી મારી નવરાત્રિ:જે.ડી. ગાબાણી કોલેજમાં ગરબા મહોત્સવ, વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં રાસ-ગરબા રજૂ કર્યા, વિજેતાઓને ઇનામ અપાયા

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજમાં ગરબા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. તેનો હેતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાને પ્રોત્સાહન આપવાનો હતો. આચાર્ય, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા અને રાસ રજૂ કર્યા. વેશભૂષા યુક્ત ગરબા સ્પર્ધામાં ડોડીયા પ્રાર્થના પ્રથમ, વેકરીયા આશ્વી અને કોઠીયા ચેલ્સી દ્વિતીય, માવાણી નિયતિ તૃતીય ક્રમાંકે રહ્યા. ડો. નયનાબેન ગજેરા અને વૈદેહીબેન ટાંક નિર્ણાયક હતા. વિજેતાઓને આચાર્ય અને કોઓર્ડીનેટરના હસ્તે ઇનામો તથા પ્રમાણપત્રો અપાયા. સાંસ્કૃતિક સમિતિના સંયોજકોએ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ મહોત્સવે વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને એકતાની ભાવના જગાવી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *