રાજકોટમાં હત્યાનો આરોપી છેક 22માં દિવસે ઝડપાયો:ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનું ઢીમ ઢાળી દેતા સાળાની ધરપકડ

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે બહેને કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી ભાઈએ બનેવીને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી વિધવા બનાવી દીધી હતી. દિનદહાડે થયેલી હત્યાની ઘટનામાં 22માં દિવસે ક્રાઈમ બ્રાન્ચ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી છે અને વિમલ વાણીયાની હત્યા કરતા કમલેશ ધાંધળની ધરપકડ કરી છે. રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત તા.24 સપ્ટેમ્બરના બપોરના સમયે યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી તેના પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઘાયલ યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન – 1 સહિતની ટિમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનુ નામ વિમલ વાણીયા (ઉ.વ.27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું હતુ. જેને શીતલ નામની યુવતી સાથે આજથી 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી શીતલના પરિવારજનો આ લગ્નના વિરોધમાં હોવાથી શીતલ સાથે સબંધો તોડી દીધા હતા. મૃતક યુવાન વિમલની પત્ની શીતલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, RC બુક લેવાના બહાને બોલાવી બાદમાં મારા ભાઈ કમલેશે મારા પતિને બોલાવી બાદમાં મોતને ઘાટ ઉતારી દીધો. હું અને મારો દીકરો નોંધારા થઇ ગયા. તે સમયે બહેને વલોપાત કરતા કહ્યું હતું કે ભાઈને ફાંસીની સજા આપવી જોઈએ.પોલીસ તપાસમાં આરોપી કમલેશે મૃતક યુવાન સાથે બોલાચાલી કરી બાદમાં છાતીમાં તેમજ શરીરના અન્ય ભાગમાં 6થી 7 ઘા મારી હત્યા નિપજાવી હતી. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમકી આપી માર મારવાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ફરાર હોવાથી તેને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સતત પ્રયત્નો બાદ આરોપી કમલેશ લાખાભાઈ ધાંધળ (ઉં.વ.25, રહે. શિવધારા સોસાયટી, શેરી નં. 2, ખોખડદળ પાસે, કોઠારિયા રીંગ રોડ, રાજકોટ)ને ઝડપી પાડ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *