Ahmedabadના ગીતામંદિર મોબાઇલ માર્કેટમાંથી ડુપ્લિકેટ ‘સેમસંગ મોબાઇલ’ રેકેટનો પર્દાફાશ!

📅 Published: October 15, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગીતામંદિર મોબાઇલ માર્કેટમાં પોલીસે ડુપ્લિકેટ મોબાઇલ અને એસેસરીઝ વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલી મોબાઇલ માર્કેટમાં કાગડાપીઠ પોલીસ અને LCB ઝોન-6 ની ટીમે સંયુક્ત રીતે આ દરોડો પાડીને મોટા પ્રમાણમાં બનાવટી સેમસંગ બ્રાન્ડના મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

કુલ રૂ.7.07 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન વિવિધ દુકાનોમાંથી સેમસંગના ડુપ્લિકેટ લોગો વાળા શંકાસ્પદ મોબાઇલ ફોન અને વિના બિલની એસેસરીઝ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1,034 નંગ ડુપ્લિકેટ મોબાઇલ ફોન ઉપરાંત લેપટોપ, ચાર્જર, બેટરી અને કવર સહિત કુલ રૂ. 7,07,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા સ્થળ પર ચકાસણી કરાતાં આ તમામ મોબાઇલ ફોન તદ્દન બોગસ અને ડુપ્લિકેટ હોવાનું નિશ્ચિત થયું હતું.

Crowbar-Police and LCB crackdown in Ahmedabad

6 શખ્સો સામે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો

આ સમગ્ર મામલે રમેશભાઈ સોલંકી સહિત કુલ 6 શખ્સો સામે ટ્રેડમાર્ક એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય કાલુપુરના રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝા સાથે સંકળાયેલા વેપારીઓની પણ સઘન તપાસ ચાલી રહી છે. ડુપ્લિકેટ મોબાઇલનો આ જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો અને આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથા સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *