રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કરતા 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ ઈ-હરાજીમાં રૂ. 7.09 કરોડ મૂલ્યના ભંગારનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે, જે ડિવિઝનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ છે. આ સિદ્ધિ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 22.65 કરોડનું સંચયી સ્ક્રેપ વેચાણ નોંધાયું છે, જે ડિવિઝનની અસરકારક મટિરિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અને પારદર્શક પ્રક્રિયા દર્શાવે છે. સ્ટોર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી બિનઉપયોગી સામગ્રીનું મહત્તમ આર્થિક મૂલ્ય પ્રાપ્ત થયું છે. આ સફળતા અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન સંચાલનનો પુરાવો છે. અમે સંપૂર્ણ પારદર્શિતા દ્વારા રેલવેની આવકમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રેલવેના સંચાલન અને જાળવણી દરમિયાન ઉત્પન્ન થતી બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલ માત્ર વધારાની આવક જ ઊભી કરતો નથી, પરંતુ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપીને રેલવે પરિસરોને સ્વચ્છ રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હોકર્સઝોનનાં ફેરિયાઓ ડીજીટલ બન્યા, મનપા દ્વારા 3800ને QR કોડવાળા આઈકાર્ડ અપાયા રાજકોટનાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ રોજગારી મેળવી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા 85 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં 3800 જેટલા વેપારી ધંધો કરી રહ્યા છે. આ ધંધાર્થીઓની ઓળખ માટે ક્યુઆર કોડવાળા આઇકાર્ડ આપવામાં આવ્યા છે.
હોકર્સ ઝોનમાં મંજૂરી મેળવનાર જ ધંધો કરી શકે તે માટે આપવામાં આવેલા આ ઓળખપત્રમાં હોકર્સનો ફોટો, નામ, હોકર્સ ઝોનનું નામ અને ક્યુઆર કોડ દર્શાવવામાં આવ્યો છે. આ કોડ સ્કેન કરવાથી દબાણ હટાવ ટીમને હોકર્સ અંગેની તમામ વિગતો મળી રહેશે. જેના કારણે બિનઅધિકૃત ફેરીયાઓની ઓળખ કરવી સરળ બનશે અને તેમને દૂર કરવાની કાર્યવાહી સત્વરે થઈ શકશે. આ માટે નોંધાયેલ તમામ હોકર્સને આ ઓળખપત્ર પોતાની રેંકડી પર સ્પષ્ટ દેખાય તે રીતે રાખવા જણાવાયું છે. ઓળખપત્ર ન હોય તો નિયમોનુસાર રેકડી, કેબિન અને માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 21 ઓક્ટોબરથી સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાશે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામી 21 ઓક્ટોબર બુધવારથી સેમેસ્ટર-5ની પરીક્ષા લેવામાં આવનાર છે. 32544 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવ્યા છે. આ પરીક્ષા સંદર્ભેની તૈયારીઓને પરીક્ષા વિભાગ દ્વારા આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. સેમેસ્ટર-5ની પરીક્ષામાં બીએ (રેગ્યુલર-એક્ષર્ટનલ), બીબીએ- બીસીએ, બીકોમ, (એક્ષર્ટનલ અને રેગ્યુલર) બીઆરએસ, બીએસસી, બીએસસી આઈટી સેમ-5 સહિતના 32644 જેટલા વિદ્યાર્થીઓ બેસશે. યુનિ. સંલગ્ન કોલેજોના કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા શાંતીપૂર્ણ રીતે લેવાય તે માટેની તૈયારીઓ પરીક્ષા વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા ‘ગાંધી એવોર્ડ’નાં વિજેતાઓને ઘરે જઈને 17 ઓક્ટોબરે સન્માન સ્વીકારવા આમંત્રણ અપાયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા 6 પ્રતિષ્ઠિત નાગરિકોને ‘ગાંધી એવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ વિજેતાઓને આગામી તા. 17 ઑક્ટોબરે યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સન્માનિત કરવામાં આવશે, જેના માટે મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
‘ગાંધી એવોર્ડ’ માટે પસંદગી પામેલા તમામ વિજેતાઓને સામાન્ય સભામાં ઉપસ્થિત રહી સન્માન સ્વીકારવા માટે મનપાના પ્રતિનિધિમંડળ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જો કોઈ અનિવાર્ય કારણસર વિજેતા પોતે ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો તેમના પરિવારના સભ્ય સામાન્ય સભામાં હાજર રહી એવોર્ડ સ્વીકારે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. આ એવોર્ડ માટે પસંદગી પામેલા નરેશ પટેલને આમંત્રણ પાઠવતી વખતે મનપાના પદાધિકારીઓએ તેમની સામાજિક સેવાઓને બિરદાવી હતી અને આગામી સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ તેમજ કશ્યપ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ તરીકે ડો.નિદત બારોટની વરણી અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના વિવિધ વિભાગો પૈકીના મહત્વપૂર્ણ એવા વિચાર વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય સેનાના નિવૃત કેપ્ટન પ્રવીણ દાવર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રણદીપ સુરજેવાલા સાથે વિચાર વિમર્શ કરી રાજકોટના જાણીતા શિક્ષણવિદ કોંગ્રેસના આગેવાન ડો.નિદત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ (સંગઠન) અને સાંસદ કે.સી. વેણુગોપાલે તા.14 ઓકટોબર 2026ના રોજ સતાવાર જાહેરાત કરી ડો.નિદત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી નિયુકિત કરી છે.
ભંગારની હરાજીથી રૂ. 7 કરોડની કમાણી:રાજકોટ રેલવે ડિવિઝને ચાલું નાણાકીય વર્ષમાં નકામા સ્ક્રેપમાંથી રૂ. 22.65 કરોડની કમાણી કરીને ઇતિહાસ રચ્યો
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
