અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી શિક્ષક છેલ્લા છ મહિનાથી શાળાના સ્ટાફ રૂમમાં ચાર બાળાને બોલાવી અડપલાં કરતો હતો. તેમાંથી એક બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી શિક્ષક રામશંકર બટુકભાઈ પંડ્યા હાલ જાફરાબાદના એક ગામની શાળામાં ફરજ બજાવે છે. તે ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી છે. તે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. જાફરાબાદ પોલીસે ઇન્ચાર્જ પીઆઇ રવિરાજસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરી છે અને આજે આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો પિતાએ સગીર દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
ગત 3 ઓક્ટોબરે પોરબંદર તાલુકાના એક ગામે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતો એક શર્મસાર બનાવ સામે આવ્યો હતો. અહીં એક પિતા દ્વારા પોતાની 17 વર્ષની સગીર દીકરી સાથે છેલ્લા છ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. પીડિત દીકરીએ હિંમત દર્શાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો
જાફરાબાદમાં સરકારી શિક્ષકે માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું:છ મહિનાથી ચાર બાળાને સ્ટાફ રૂમમાં બોલાવી અડપલાં કરતો, પોક્સો હેઠળ ગુનો નોંધાયો; આરોપી અગાઉ પોલીસકર્મી હતો
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
