બોટાદ જિલ્લામાં શ્રમિક ભાઈ-બહેનો અને તેમના પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બોટાદ શહેર અને ગઢડા ખાતે ભોજન વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રો દ્વારા શ્રમિક પરિવારોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજનાથી શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહેતાં તેમના પરિવારને આર્થિક રાહત મળશે. લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
બોટાદ શહેર અને ગઢડા ખાતે ભોજન વિતરણ કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા સહિત ધારાસભ્યો શંભુનાથજી ટુડિયા, ઉમેશ મકવાણા અને કાળુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મુખ્ય હેતુ શ્રમિક ભાઈ-બહેનોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. બોટાદ અને ગઢડામાં શરૂ થયેલા આ કેન્દ્રો મારફતે શ્રમિક પરિવારોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન મળી રહેશે. આ પહેલથી શ્રમિક વર્ગને રોજિંદા ભોજનના ખર્ચમાં રાહત મળવાની સાથે પૌષ્ટિક આહારની સુવિધા પણ ઉપલબ્ધ બનશે.
બોટાદ અને ગઢડામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ:ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ, શ્રમિક પરિવારોને માત્ર રૂ.5માં મળશે પૌષ્ટિક ભોજન
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
