હંસપુરા પોલીસ ચોકીમાં બે એડવોકેટ અને PSI વચ્ચે બોલાચાલી:'બહાર નીકળી જાવ એટલે વકીલો કંઈ ભાજી-મૂળા છે', ફાતડા કહી ધમકી આપતા PSIએ ચાર સામે FIR કરી

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની હંસપુરા પોલીસ ચોકીમાં બે એડવોકેટ અને પિતા-પુત્ર દ્વારા પીએસઆઇ સાથે બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. નરોડા પોલીસ સ્ટેશન ખાતે જાહેરમાં તમે ફાતડા છો અને તમને જોઈ લઈશું એવી ધમકી આપી હતી. મેડિકલ તપાસ માટે જ્યારે લઈ જવામાં આવતા હતા, ત્યારે નરોડા પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન પર પણ બંને એડવોકેટ ચડી ગયા હતા અને વીડિયો ઉતારવા લાગ્યા હતા. કાયદેસરની ફરજમાં રોકાવટ કરી અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવા બદલ પીએસઆઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ અને પિતાપુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસને મિલકત સંબંધી તકરારની અરજી મળી હતી
નરોડા પોલીસ સ્ટેશનની હંસપુરા પોલીસ ચોકીમાં કે. એસ. કુંપાવત PSI તરીકે ફરજ બજાવે છે. 14 ઓક્ટોબરના રોજ તેઓ પોલીસ ચોકીમાં હાજર હતા અને અરજદાર સુરજકુંવર ચારણ દ્વારા નરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધ અરજી આપી હતી. જેમાં તેઓ વચ્ચે મિલકત સંબંધની તકરાર ચાલતી હતી. નરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધમાં અરજી આપવામાં આવી હતી, જે બાબતે જરૂરી પુરાવા સાથે તેઓને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી સાંજે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. PSIએ કાર્યવાહીનું કહેતા વકીલોએ ધમકી આપ્યાનો આરોપ
પોલીસ ચોકીમાં તેઓનું નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એડવોકેટ તરીકે ઓળખ આપી ધ્રુવ પટેલ અને ભરતભાઈ બંને વ્યક્તિ આવ્યા હતાં. તેઓએ જણાવ્યું કે, અમારા અસીલનું નિવેદન નોંધી તેમને મુક્ત કરી દો, અરજી સંબંધે કોઈ કાર્યવાહી કરશો નહીં. જેથી PSIએ જણાવ્યું કે, અરજદાર અને સામેવાળા પાડોશમાં રહેતા હોવાથી શાંતિનો ભંગ થતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. બંને વકીલોએ ‘કાર્યવાહી કરશો તો જોઈ લઈશું’ અને એમાંથી એક વ્યક્તિ મોબાઇલ મારફતે વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું અને ગેરવર્તન કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જામીનમુક્ત કરવા દબાણ કર્યું હતું. નરેન્દ્રસિંહને કાયદેસરની કાર્યવાહી કરી નરોડા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. વકીલોએ અસીલને સારવારની જરૂર હોવાનું કહ્યું, 108ના કર્મીએ સ્વસ્થ હોવાનું કહ્યું
ત્યારબાદ બંને એડવોકેટ નરોડા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના અસીલને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોવાની વાત કરી 108ને ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ આવતા પોલીસ કર્મચારીની હાજરીમાં નરેન્દ્રસિંહ ચારણનું મેડિકલ ટ્રીટમેન્ટ કરાવતા તેઓને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા નથી એવું 108ના કર્મચારીએ કહ્યું હતું. છતાં પણ તેમને યોગ્ય સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે સૂચના કરી હતી. જેથી નરોડા પોલીસ સ્ટેશનની મોબાઇલવાન આવી હતી અને તેમાં તેમને લઈ જવા હતા, ત્યારે બંને એડવોકેટેડ વીડિયો ચાલુ કરીને પીએસઆઇ અને હંસપુરા પોલીસ ચોકીના કર્મચારીઓ વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. ‘તમે ફાતડા છો’ કહી ધમકી આપી, PSIએ બે વકીલ સહિત ચાર સામે ફરિયાદ કરી
નરેન્દ્રસિંહ ચારણે ઉશકેરાઈ જઈને નરોડા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ‘તમે ફાતડા છો’ એવા શબ્દોનો ઉપયોગ કરી જોઈ લેવાની ધમકી આપી હતી. તેમના પુત્ર અને બંને એડવોકેટ નરેન્દ્રસિંહને મેડિકલ સારવાર માટે નરોડા પોલીસની મોબાઈલ વાનમાં લઈ જતા હતા, ત્યારે બળ જબરીપૂર્વક ચડી જઈ પોલીસ કાર્યવાહીમાં અડચણ કરી હતી. આ સમગ્ર મામલે પીએસઆઇ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *