ગોધરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કાર્યક્રમમાં MLA રાઉલજી ગુસ્સે:રિબન કાપ્યા વિના જ ચાલ્યા ગયા, બોલ્યા- એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને જગાવીશું

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

ગોધરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના શરૂઆતના કાર્યક્રમમાં ધારાસભ્ય સી. કે. રાઉલજી અધિકારીઓ સામે નારાજ થયા હતા. શ્રમ વિભાગના અધિકારીઓ હાજર નહોતા અને આયોજન પણ ખરાબ હતું, જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પટેલવાડા સ્થિત કડિયા નાકા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ વિભાગનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર નહોતા. એટલું જ નહીં, શ્રમિકો માટે બેસવાની ખુરશીઓની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અધિકારીઓની આ બેદરકારી જોઈને ધારાસભ્ય રાઉલજીએ કાર્યક્રમમાં રિબન કાપી નહોતી કે શ્રમિકોને ભોજન પણ પીરસ્યું નહોતું. તેમણે જાહેર મંચ પરથી જ શ્રમ વિભાગના અધિકારીઓ પર આકરા શબ્દોમાં ટીકા કરી હતી. રાઉલજીએ કહ્યું, ‘મને માફ કરશો… આ શ્રમિકોનો કાર્યક્રમ છે, અહીં જેમ ફાવે તેમ નહીં ચાલે! પોતાની એસી ચેમ્બરોમાં બેસી રહેતા અધિકારીઓમાં હવે અમારે જાગૃતિ લાવવી પડશે. સરકારી યોજનાઓનો આ રીતે દુરુપયોગ ચલાવી લેવાય નહીં.’ આ ઘટનાનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *