સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના નામચીન શખ્સ દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં આરોપી ઘાયલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટ રેન્જની ટીમ દેવેન્દ્ર બોરીચાને પકડવા ગઈ હતી. તે સમયે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુના પગમાં બે ગોળી વાગી હતી. તેને લોહીલુહાણ હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયો છે. આ ઘટના બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરિંગના સંજોગો અને આરોપી સામેના ગુનાઓ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ ફાયરિંગ:સાયલા નજીક ટીમ પર ફાયરિંગ કરતા જવાબી કાર્યવાહીમાં પગમાં બે ગોળી મારી; હોસ્પિટલમાં દાખલ
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
