SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દિલ્હીમાં ઉગ્ર આંદોલન કર્યું હતું. તેમજ દેશભરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વટવા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. રેલી કાઢવાનો પ્રયાસ, પોલીસે કાર્યકર્તાની અટકાયત કરી
કોંગ્રેસ વટવા વિધાનસભા દ્વારા મહાલક્ષ્મી તળાવ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા, પારદર્શિતા અને લોકશાહી અધિકારોના રક્ષણ કરવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ બેનર અને પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ હાય હાય ના નારા લગાવી મહાલક્ષ્મી તળાવથી વેટિકન પોલીસ ચોકી સુધી રેલી કાઢવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પોલીસ દ્વારા વચ્ચે અટકાવી દેવામાં આવતા બંને વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જો કે તે બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
SIR મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ:વટવામાં રેલી કાઢવાનો પ્રયાસ, રેલી રોકતા પોલીસ સાથે ઘર્ષણ; ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની અટકાયત
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
