Nagpur : પ્રેમિકાની હત્યા કરી કરંટથી મોત થયાનું નાટક રચ્યું, જળગાંવથી આરોપી જાવેદ શેખ ઝડપાયો

📅 Published: October 16, 2026 | 📂 Category: Crime

નાગપુરની એમઆઈડીસી પોલીસે એક સનસનીખેજ હત્યાકાંડનો પર્દાફાશ કરીને પોતાની 35 વર્ષીય પરિણીત પ્રેમિકાની હત્યા કરનારા આરોપી જાવેદ શેખને મહારાષ્ટ્રના જળગાંવ ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પ્રેમિકા લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી આરોપીએ માથામાં બોથડ પદાર્થ મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ સમગ્ર મામલાને અકસ્માત દર્શાવવા તેણે મૃતદેહ પાસે હીટર મૂકી ઇલેક્ટ્રિક શોકથી મોત થયાનું નાટક રચ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબોએ માથામાં થયેલા ઘાથી મોત થયાનો ઘટસ્ફોટ કર્યો હતો.

મહિલા અને આરોપી વચ્ચે 15 વર્ષથી પ્રેમ સંબંધ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત અનુસાર મૂળ જળગાંવ જિલ્લાની રાવેર તહસીલની શિવ કોલોનીનો 35 વર્ષીય રહેવાસી જાવેદ શેખ નાગપુરમાં એસી ટેકનિશિયન અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. મૃતક કવિતા મેસમાં કામ કરતી હતી અને પતિ તેમજ 11 અને 13 વર્ષની બે દીકરીઓ સાથે રહેતી હતી. કોલેજના સમયથી છેલ્લા 15 વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. 

અલગ ધર્મના હોવાથી વિરોધ થયો હતો

જોકે અલગ ધર્મના હોવાથી વિરોધ થતાં બંનેએ અન્યત્ર લગ્ન કરી લીધાં હતાં, છતાં તેઓ સતત સંપર્કમાં રહ્યાં હતાં. થોડા સમયથી જાવેદ અંતર જાળવી રહ્યો હતો અને કવિતા તેની સાથે લગ્ન કરવા દબાણ કરતી હોવાથી અવારનવાર તકરાર થતી હતી.

લગ્નના મુદ્દે ઉગ્ર ઝઘડો થતાં જાવેદે હત્યા કરી નાખી

રવિવારે કવિતાનો પતિ વતન ગયો હતો અને બંને દીકરીઓ કાકાના ઘરે ગઈ હોવાથી જાવેદ તેના ઘરે પહોંચ્યો હતો. સાંજે લગ્નના મુદ્દે ઉગ્ર ઝઘડો થતાં જાવેદે તેના માથામાં કોઈ ભારે વસ્તુ મારી હત્યા કરી દીધી હતી. ત્યારપછી તેણે હીટર વડે શરીર પર ઝટકા આપીને બાળી નાખ્યું હતું અને પાણી ગરમ કરવા મૂકી રાત્રે ટ્રેન દ્વારા જળગાંવ ભાગી ગયો હતો. સોમવારે સવારે દીકરીઓ ઘરે પહોંચી ત્યારે તેમને કરંટ લાગ્યો હોવાનું લાગ્યું હતું. 

કોલ ડિટેઇલ ડિટેઇલના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો 

જોકે પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઈજા જણાતાં તબીબોએ શંકા વ્યક્ત કરી હતી. પોલીસે કવિતાની કોલ ડિટેઇલ તપાસી જળગાંવ લોકેશન મેળવી મંગળવારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જાવેદની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો  :  Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?                                


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *