મારી સોસાયટી મારી નવરાત્રિ:પુષ્પક સિટી પાર્ટ-1માં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી, સોસાયટીના સભ્યો ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી સોસાયટી ‘પુષ્પક સિટી પાર્ટ-૧’ ખાતે નવરાત્રિ પર્વની ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આસો નવરાત્રિના પાવન અવસર પર સોસાયટીના ગરબા ગ્રાઉન્ડમાં મા અંબાની આરાધના સાથે ગરબા રાસનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના રહીશો, ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા. આ વર્ષે નવરાત્રિ ઉજવણીમાં વિશેષ આકર્ષણ અવનવા પારંપરિક પોશાક અને થીમ આધારિત ડ્રેસ કોડ રહ્યા હતા. ખેલૈયાઓ રંગબેરંગી ચણિયાચોળી, કેડિયા, અને થીમ બેઝડ પોશાક સજીને ગરબાના તાલ પર મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ સોસાયટી સભ્યોએ એકસાથે ગરબે ઘૂમીને નવરાત્રિના પર્વને યાદગાર બનાવ્યો હતો. સોસાયટીના આયોજકો દ્વારા માતાજીની આરતી, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. માતાજીની ભક્તિ અને ગરબાના તાલ સાથે સમગ્ર પુષ્પક સિટી પાર્ટ-1 પરિસરમાં ઉત્સવ અને સમૂહભાવનાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *