વલસાડ શહેરમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પાંચમા નોરતે આર.એમ. ડેસ્ટિની સોસાયટી અને એમ.જી. રોડ પરના પૌરાણિક અંબા માતા મંદિર ખાતે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી. આર.એમ. ડેસ્ટિની સોસાયટીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરાવી. તેમણે સૌ માટે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા. પ્રમુખે ભારતીય સંસ્કૃતિ અને શેરી ગરબાના મહત્વ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ખુલ્લા આકાશ નીચે રમાતા ગરબા શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ફાયદાકારક છે. સોસાયટીના રહીશોએ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણ્યો. વલસાડના એમ.જી. રોડ પર આવેલા ઐતિહાસિક અંબા માતા મંદિરે પણ પાંચમા નોરતાની ઉજવણી થઈ. મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. અહીં શ્રદ્ધાળુઓએ ઢોલ અને શરણાઈના તાલે પ્રાચીન ગરબા રમીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું. વડીલો, મહિલાઓ અને બાળકોએ પણ પરંપરાગત રીતે ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી.
વલસાડમાં નવરાત્રીના 5મા દિવસે ગરબાની જમાવટ:આર.એમ. ડેસ્ટિની ખાતે આરતી, અંબા માતા મંદિરે પણ ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
