અરિહાને પાછી લાવવા અમિત શાહનું વચન:અમદાવાદમાં આચાર્ય સાહેબને મળી કહ્યું બહુ જલદી ગુજરાતની દીકરી પાછી આવશે

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદમાં આચાર્ય સાહેબને મળી અરિહાને પાછી લાવવા અમિત શાહે વચન આપ્યું છે. કહ્યું કેસની દરેક ફાઇલ પર મારી નજર છે, ગુજરાતની દીકરી બહુ જલદી ગુજરાતમાં પાછી આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરે અમિત શાહ આચાર્ય મહારાજને મળવા આવ્યા હતા. જ્યાં અંદાજિત 20 મિનિટ વાત થઈ હતી, જેમાં 8 મિનિટ અરિહા વિશે વાત થઈ હતી. જેમાં અમિત શાહે જણાવ્યું હતું કે આ કેસની દરેક ફાઈલો ઉપર મારી નજર છે અને મારે આ કેસ જલ્દી પતાવીને ગુજરાતની દીકરી ગુજરાતમાં જલ્દીથી લાવવાની છે. મારું એક પ્રકારનું વચન હું જૈન કમ્યુનિટીને આપીને જાઉં છું. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *