Hong Kong Sixes 2026 પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ધડાકો! ભુવનેશ્વર આઉટ, કૃણાલ પંડ્યા બન્યો કેપ્ટન!

📅 Published: October 17, 2026 | 📂 Category: cricket

હોંગકોંગ સિક્સેસ 2026 પહેલાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. આ ટુર્નામેન્ટ માટે અગાઉ ભુવનેશ્વર કુમારને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ ભારતીય T20 ટીમમાં પસંદગી પામતાં હોંગકોંગ સિક્સેસમાં ભાગ લઈ શકશે નહીં. તેમના સ્થાને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત ભુવનેશ્વરના સ્થાને ઝડપી બોલર કુલવંત ખેજરોલિયાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેમ ભુવનેશ્વર કુમાર ટૂર્નામેન્ટમાંથી બહાર થયો?

હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટ આગામી 30ઓક્ટોબરથી શરૂ થવાની છે. બીજી તરફ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈ-વોલ્ટેજ T20 સીરીઝ 22ઓક્ટોબરથી જ શરૂ થઈ રહી છે. ભુવનેશ્વર કુમારની ઇન્ટરનેશનલ ટીમમાં વાપસી થઈ હોવાથી તેમના માટે બંને ટૂર્નામેન્ટમાં એકસાથે ભાગ લેવો અશક્ય હતો, જેના કારણે તેમણે હોંગકોંગ પ્રવાસમાંથી હટવું પડ્યું છે.

કૃણાલ પંડ્યાના હાથમાં ટીમ ઇન્ડિયાનું સુકાન

હોંગકોંગ ક્રિકેટ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કૃણાલ પંડ્યા કરશે. IPL અને ભારતીય ટીમ માટે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી ચૂકેલા કૃણાલે કેપ્ટન બન્યા બાદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર 3 દિવસ ચાલનારી આ રોમાંચક ટૂર્નામેન્ટમાં 12 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે અને ભારતીય ટીમનો એકમાત્ર હેતુ ચેમ્પિયન બનવાનો રહેશે.

હોંગકોંગ સિક્સેસ માટે ભારતીય ટીમ

કૃણાલ પંડ્યા — કેપ્ટન,નીતિશ રાણા,શશાંક સિંહ,ટી. નટરાજન, કુલવંત ખેજરોલિયા,રાહુલ ત્રિપાઠી,રાહુલ તેવતિયા

ભારતની નજર ટ્રોફી જીતવા પર

હોંગકોંગ સિક્સેસમાં ભારતીય ટીમ માટે આ ટુર્નામેન્ટ પોતાની ક્ષમતા દર્શાવવાની સારી તક બની શકે છે. કૃણાલ પંડ્યાની કેપ્ટનશિપ અને અનુભવી ખેલાડીઓની હાજરી ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.ભુવનેશ્વર કુમારના સ્થાને કુલવંત ખેજરોલિયાને તક મળતાં ભારતીય ટીમના બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થયો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ નવા કેપ્ટનના નેતૃત્વમાં 6 ઓવરના આ ઝડપી ફોર્મેટમાં કેટલો પ્રભાવ પાડી શકે છે.

આ પણ વાંચો – Mohammed Shamiની ટીમ ઈન્ડિયામાંથી બાદબાકી, શું આંતરરાષ્ટ્રીય કરિયર પર લાગશે પૂર્ણવિરામ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *