વલસાડ પોલીસે પારનેરા ડુંગર પર માતાજીને ધજા ચઢાવી:SP યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ખાસ પૂજા-અર્ચના કરાઈ, સુખ-શાંતિ માટે પ્રાર્થના

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લા પોલીસ પરિવારે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરે ધજારોહણ કર્યું. આ કાર્યક્રમમાં વલસાડના SP યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. SP યુવરાજસિંહ જાડેજા અને અન્ય અધિકારીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી માતાજીને ધજા ચઢાવી. SP જાડેજાએ જણાવ્યું કે, ચામુંડા માતાજી અને મહાકાળી માતાજી વલસાડ જિલ્લાની જનતા પર સુખ, શાંતિ અને આશીર્વાદ જાળવી રાખે તે માટે આ ધજા ચઢાવાઈ છે. તેમણે સમગ્ર પોલીસ પરિવાર પર માતાજીની કૃપા રહે અને પોલીસકર્મીઓ નિષ્ઠાથી પ્રજાની રક્ષા કરી શકે તેવી પ્રાર્થના કરી. નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ આયોજન કરાયું છે. SP જાડેજાએ કહ્યું કે, તહેવારોમાં બજારો અને જાહેર સ્થળોએ ભીડ રહે છે. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ સજાગ છે. જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ અને બેંકિંગ ક્ષેત્રના વેપારીઓ સાથે બેઠકો યોજી CCTV અને સુરક્ષા અંગે સૂચનાઓ અપાઈ છે. તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *