પાટણ શહેરના ભઠ્ઠીવાડા વિસ્તારમાં એક અવાવરૂ મકાનમાંથી 2 દિવસથી ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ નગીન ઉર્ફે ઢુબો નટવર પટણી તરીકે થઈ છે. તે છેલ્લા 2 દિવસથી ઘરે પાછો આવ્યો ન હતો, જેથી પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. ભઠ્ઠીવાડાના બંધ મકાનમાંથી તેનો મૃતદેહ મળતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પંચનામાની કાર્યવાહી કરી. મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકના અકુદરતી અને શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણમાં 2 દિવસથી લાપતા યુવકનો અવાવરૂ મકાનમાંથી મૃતદેહ મળ્યો:પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, અકુદરતી મોતની તપાસ શરૂ
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
