Mehsana News: RTOની મોટી કાર્યવાહી, પરવાનગી વગરના 22 વાહનો ડિટેઇન કરાયા

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અનધિકૃત રીતે ટુ-વ્હીલર વાહનોનું વેચાણ કરતા મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સ સામે કડક લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગેરકાયદે ચાલતા આવા વેચાણ કેન્દ્રો પર RTO મહેસાણાની 3 ખાસ ટીમોએ અચાનક દરોડા પાડીને સઘન તપાસ હાથ ધરી હતી.

પરવાનગી વગર વેચાતા 22 જેટલા વાહનો જપ્ત

આકસ્મિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સ પાસે RTOની કોઈ કાયદેસરની પરવાનગી ન હતી અને તેઓ ગેરકાયદે વાહનોનું વેચાણ કરી રહ્યા હતા. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન બદલ RTO અધિકારીઓએ સ્થળ પરથી અનધિકૃત રીતે વેચાતા 22 જેટલા ટુ-વ્હીલર વાહનોને તાત્કાલિક અસરથી ડિટેઇન કરી લીધા છે.

Mehsana News: RTO Raid: Action Against Unauthorised Vehicle Outlets, 22 Vehicles Detained

ગેરકાયદે વેચાણ કરતા ડીલરો સામે કડક કાર્યવાહીની ચેતવણી

RTO તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનધિકૃત રીતે વાહનોનું વેચાણ કરતા આઉટલેટ્સ અને ડીલરો સામે તપાસના અંતે કાયદેસરના પગલાં લેવામાં આવશે. વધુમાં, RTO દ્વારા આકરી ચેતવણી આપવામાં આવી છે કે, ભવિષ્યમાં પણ જો કોઈ ડીલર યોગ્ય પરવાનગી વગર વાહનોનું વેચાણ કે ડિલિવરી કરતો ઝડપાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. મહેસાણા જિલ્લામાં આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

Mehsana News: RTO Raid: Action Against Unauthorised Vehicle Outlets, 22 Vehicles Detained

આ પણ વાંચો: Mehsana News: ખાદ્ય પદાર્થોના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતાં 11 વેપારીઓને રૂ.3.7 લાખનો દંડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *