Gujarat Government: પંચાયત વિભાગનો આદેશ, 6 TDOની બદલી, જુઓ કયા અધિકારીને ક્યાં મુકાયા

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને નવી નિમણૂંક આપતી સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

જાહેર હિત અને સ્વવિનંતીથી કરાઈ ફેરબદલી

આ વિશિષ્ટ બદલીઓમાં 4 અધિકારીઓની ફેરબદલી જાહેર હિતાર્થે કરવામાં આવી છે, જ્યારે 2 અધિકારીઓની બદલી તેમની સ્વવિનંતીના આધારે કરવામાં આવી છે. પંચાયત વિભાગની તાજેતરની અધિસૂચના મુજબ તમામ અધિકારીઓને સંબંધિત નિયંત્રણ અધિકારી દ્વારા તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર થવા આદેશ અપાયા છે.

  • વિજયસિંહ બાબુજી પરમાર: તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર (જી. પાટણ) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ (જી. સુરત) ખાતે.   
  • હરદિપસિંહ છત્રસિંહ ધરીયા: તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ (જી. સુરત) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર (જી. પાટણ) ખાતે.   
  • ડો. પી. એસ. આસોડિયા: તાલુકા વિકાસ અધિકારી, ઉમરગામ/અંબિકા (જી. સુરત) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, આહવા (જી. ડાંગ) ખાતે.   
  • પંકજકુમાર જોરાવરસિંહ મહિડા: તાલુકા વિકાસ અધિકારી, મહેમદાવાદ (જી. ખેડા) થી પ્રતિનિયુક્તિથી મદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર ખાતે.   
  • ભાવનાબેન નાનજીભાઈ વાલેરા: તાલુકા વિકાસ અધિકારી, બગસરા (જી. અમરેલી) થી સ્વવિનંતીથી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ ખાતે.   
  • મહેશ પરશોત્તમભાઈ વિરાણી: તાલુકા વિકાસ અધિકારી, શિનોર (જી. વડોદરા) થી સ્વવિનંતીથી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, વલસાડ ખાતે.   

આ પણ વાંચો: DyCM Harsh Sanghavi Japan Visit: જાપાનના પ્રવાસે જશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નો કરશે પ્રચાર-પ્રસાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *