Narmada: કેવડિયા ખાતે મુખ્યમંત્રીએ એકતા પ્રકાશ પર્વ-2026ને ખુલ્લું મૂક્યું

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એકતાનગરની મુલાકાત લીધી હતી.

એકતા પ્રકાશ પર્વ-2026ના શુભારંભ પ્રસંગે એકતાનગર પધારેલા મુખ્યમંત્રીએ આરોગ્ય વન ખાતે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમ, આયોજન અને વહીવટી વ્યવસ્થા માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડ યોજાનારા સ્થળની મુલાકાત લઈ ત્યાં કરવામાં આવી રહેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો તથા મુલાકાતીઓની સુવિધા માટે કરાયેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. સરદાર સાહેબની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સુચારુ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યાં હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને એક ભારત શ્રોષ્ઠ ભારત અંતર્ગત ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યા છે. આજથી જ આપણે એકતા પ્રવાસ પર્વને ત્રણ મહિના માટે શરૂ કરી રહ્યા છે. દરમિયાન નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, એડી. જીપી પીયુષ પટેલ, પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્ય, ગૃહવિભાગના સચિવ હર્ષિત ગોસાવી, માર્ગ અને મકાનના સચિવ પી. આર. પટેલિયા, સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના સીઈઓ અમિત અરોરા, કલેકટર ગંગા સિંઘ, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *