વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના આમોદર ગામે આશરે રૂા.5.68 કરોડથી વધુના ખર્ચે સાકાર થનાર વુડાના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. આમોદર ટીપી 1 અને ટીપી 28/એના અલગ-અલગ વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા ન હોવાથી 10થી વધુ સોસાયટી વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડતી હતી. જેના કાયમી નિરાકરણ અર્થે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક કામનું ખાતમુહૂર્ત સંપન્ન કરાયું છે. કુલ રૂા. 5,68,87, 381ના ટેન્ડર ખર્ચે સમગ્ર નેટવર્ક તૈયાર કરાશે. જેમાં અંદાજે 4.58 કિલોમીટર જેટલી લાંબી લાઈન જરૂરિયાત મુજબ પાથરાશે.
Vadodara: આમોદર ગામે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત
📅 Published: October 17, 2026 |
📂 Category: Baroda
