Amreli News: મોરંગી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં વૃદ્ધની કરપીણ હત્યા

📅 Published: October 17, 2026 | 📂 Category: Amreli

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા મોરંગી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરંગી ગામના વતની એવા 73 વર્ષીય ભીખુભાઈ નનુભાઈ સમા નામના વૃદ્ધની છરી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે છરીનો એક જ જીવલેણ ઘા મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

પ્રેમ સંબંધની અદાવતમાં હત્યા થયાની આશંકા

પ્રાથમિક વિગતો મુજબ, આ કરપીણ હત્યા પાછળ પ્રેમ સંબંધની અદાવત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની દીકરી સાથે આરોપીના ભાઈને પ્રેમ સંબંધ હતા, જેને લઈને આરોપી ભારે નારાજ ચાલી રહ્યો હતો. આ જ રંજિશ અને અદાવત રાખીને 73 વર્ષીય ભીખુભાઈ સમા પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો.

Amreli News: 73-Year-Old Man Murdered in Morangi Village of Rajula

આરોપી રુસ્તમ બેલીમ સામે ગુનો દાખલ, ડુંગર પોલીસની તપાસ

ઘટના અંગે મૃતકના પુત્રએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડુંગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી રુસ્તમ બેલીમ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Amreli News: ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ, રાજુલા-જાફરાબાદના ખેડૂતોએ આપ્યું 3 દિવસનું અલ્ટીમેટમ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *