મા અંબાના પવિત્ર નવરાત્રી પર્વના અંતિમ ચરણ ચાલી રહ્યા છે. પાટણ શહેરમાં ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી રહ્યા છે. પાટણના કેનાલ રોડ પર આવેલી રાજવંશી સોસાયટીમાં ‘મારી દીકરી મારી નજરે’ થીમ પર પ્રાચીન શેરી ગરબાનું આયોજન કરાયું હતું. નવરાત્રીના સાતમા નોરતે સોસાયટીના રહીશો અને બાળાઓ ટ્રેડિશનલ પોશાકમાં માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે મા અંબાના દર્શન કર્યા અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી તેમને પ્રોત્સાહન આપ્યું. રાજવંશી સોસાયટી પરિવારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલનું ખેસ અને બુકે આપી સન્માન કર્યું. તેમની સાથે ડૉ. વિપુલ મોદી અને અન્ય મિત્રોનું પણ સન્માન કરાયું. રોટરી ક્લબ પાટણ દ્વારા ખેલૈયાઓ માટે ઇનામી ડ્રોનું આયોજન કરાયું, જેમાં વિજેતાઓને ઇનામો અપાયા.
પાટણન રાજવંશી સોસાયટીમાં 'મારી દીકરી મારી નજરે' થીમ ગરબા યોજાયા:ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મા અંબાના દર્શન કરી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા
📅 Published: October 18, 2026 |
📂 Category: gujarati-news
