Banaskantha: દિયોદર APMCમાં 16માંથી 11 બેઠક પર ભાજપ

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

દિયોદર APMCની બોર્ડ ઓફ્ ડિરેક્ટર પદની ચૂંટણી માં 91.27 ટકા જેટલું મતદાન પૂર્ણ થયા બાદ આજે શનિવારે વહેલી સવારે APMCની 16 બેઠકો માટે મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી જેમાં ડિરેક્ટર પદની 16 બેઠકો માંથી 11 બેઠકો ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો. કોંગ્રેસ પ્રેરિત 5 બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો જેમાં વર્તમાન ચેરમેન માલાભાઈ પટેલની હાર થઈ હતી તો બીજી તરફ્ ખેડૂત વિભાગમાંથી ઈશ્વર તરકની ભવ્ય જીત થતા સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.

દિયોદર APMCની ચૂંટણીને લઈ રાજકીય સહકારી માળખામાં ગરમાવો જોવા મળ્યો હતો જેમાં દિયોદર APMCની બોર્ડ ઓફ્ ડિરેક્ટર પદની કુલ 16 બેઠકો પર મતદાન થયા બાદ આજે શનિવારે વહેલી સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલ તથા માનસુંગ ચૌધરીની ભવ્ય જીત થયા બાદ વેપારી વિભાગની 4 બેઠકો પર ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલની ભવ્ય જીત થઈ હતી. જ્યાં 1 બેઠક પર પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાના પુત્ર નારણ ભુરીયાની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકો પર પહેલાથી રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો જેમાં પરિણામ જાહેર થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. પૂર્વ ચેરમેન ઈશ્વર તરકની જીત થઈ હતી જ્યાં વર્તમાન ચેરમેન માલા પટેલની હાર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. વિજેતા ઉમેદવારોએ ખેડૂતો,વેપારીઓનો આભાર વ્યકત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *