પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે ગામના જ દિનાજી અબુજી ઠાકોર સામે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ ખેતરમાં કોઈ હાજર ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ તેની સાથે અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રાત્રે છરી બતાવી ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદ અનુસાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે સગીરા ઘરની બહાર ખાટલા પર સૂતી હતી. તે દરમિયાન આરોપી ત્યાં પહોંચ્યો હતો અને છરી બતાવી સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન સગીરાની માતા જાગી જતાં આરોપીએ સગીરા અને તેની માતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સરસ્વતી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો
આ બનાવ અંગે ફરિયાદ નોંધાતાં સરસ્વતી પોલીસે આરોપી દિનાજી અબુજી ઠાકોર સામે BNSની કલમ 64(2)(એમ), 65(1), 74 અને 351(3), પોક્સો એક્ટની કલમ 3(એ), 4(2), 5(એલ), 6 અને 18 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરસ્વતી તાલુકામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ:ખેતરમાં એકલતાનો લાભ લઈ અવારનવાર બળજબરી કર્યાનો આક્ષેપ, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો
📅 Published: October 18, 2026 |
📂 Category: gujarati-news
