Gujaratમાં બે દિવસ વરસાદની આગાહી! સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા…

📅 Published: October 18, 2026 | 📂 Category: Ahmedabad

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદી માહોલ રહેવાની મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે નવી વરસાદી સિસ્ટમ કાર્યરત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ વિસ્તારો પૈકી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ- રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદી ઝાપટાં કે સામાન્ય વરસાદ પડી શકે છે.

19મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી

આગામી 19મી તારીખે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી હાજરી જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 19મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

Gujarat Weather Update

ગરમીમાં પણ વધારો: મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે

એક તરફ સામાન્ય વરસાદની આગાહી છે, તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો પણ ઊંચકાયો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આજે અમદાવાદ શહેરમાં પણ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આમ, વરસાદી માહોલની સાથે લોકોએ બફારા અને ગરમીનો સામનો પણ કરવો પડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *