કેનેડાના સૈન્ય મથક પર વિસ્ફોટ, અનેક સૈનિકોનાં મોત:રક્ષા મંત્રીએ કહ્યું- આવું દૃશ્ય ક્યારેય જોયું નથી; 1300 જવાનો તૈનાત હતા

📅 Published: October 18, 2026 | 📂 Category: International

કેનેડાના અલ્બર્ટામાં સૈન્ય મથક પર શનિવારે જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ. આ ઘટનામાં અનેક સૈનિકો અને કર્મચારીઓનાં મોત થયા. રક્ષા મંત્રી ડેવિડ મેકગિન્ટીએ અકસ્માતની માહિતી આપી. તેમણે કહ્યું, ‘મેં આવું દુખદ દૃશ્ય પહેલાં ક્યારેય જોયું નથી.’ મૃતકો અને ઘાયલોની સંખ્યા હાલમાં જાહેર કરવામાં આવી નથી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સોશિયલ મીડિયા પર આને ગંભીર ઘટના ગણાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસન મળીને રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ સૈન્ય મથક પર 1300થી વધુ સૈનિકો અને કર્મચારીઓ તહેનાત છે. ઘટના બાદની 3 તસવીરો ડૉક્ટરે કહ્યું- આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ફુલ થઈ ગયા સ્થાનિક પ્રશાસન મુજબ, વિસ્ફોટ બાદ આગ ભારે પવનોના કારણે સૈન્ય મથકની આસપાસ ઝડપથી ફેલાઈ ગઈ. આગ બુઝાવવા માટે અનેક વિસ્તારોમાંથી ફાયરની ટીમો પહોંચી. રોયલ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલના ઇમરજન્સી ડૉક્ટર વૉરેન થિર્સ્કે તેને 15થી 25 વર્ષમાં એક વખત થતી મોટી આફત ગણાવી. તેમણે કહ્યું કે દર્દીઓની સંખ્યા એટલી વધારે હતી કે શહેરના આરોગ્ય કેન્દ્રો સંપૂર્ણપણે ફુલ થઈ ગયા. અધિકારીઓએ હજુ સુધી જણાવ્યું નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો અને આગ લાગવાનું કારણ શું હતું. રક્ષા મંત્રી મેકગિન્ટીએ કહ્યું કે કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ઘટનાની તપાસ કરી રહી છે. આ કેનેડાનો સૌથી વ્યસ્ત સૈન્ય મથક છે આલ્બર્ટામાં આવેલું આ સૈન્ય મથક કેનેડાના મહત્વપૂર્ણ આર્મી ટ્રેનિંગ કેમ્પ્સમાંથી એક છે. અહીં સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. અહીં કેનેડિયન મેનૂવર ટ્રેનિંગ સેન્ટર પણ છે, જ્યાં જવાનો યુદ્ધના મેદાન જેવી પરિસ્થિતિઓમાં ટ્રેનિંગ લે છે. ઉપરાંત, અહીં ત્રીજા કેનેડિયન ડિવિઝનના સૈનિકોને પણ સૈન્ય ટ્રેનિંગ આપવામાં આવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *