IPL 2027 Trade : હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર મોટું સસ્પેન્સ! નિર્ણયની ઘડી નજીક, અશ્વિને કર્યો ચોંકાવનારો દાવો

📅 Published: October 18, 2026 | 📂 Category: cricket

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન શરૂ થવાને હજુ ઘણો સમય બાકી છે,પરંતુ તે પહેલા ખેલાડીઓના ટ્રેડિંગ અને ભવિષ્યને લઈને ક્રિકેટના ગલિયારાઓમાં ચર્ચાઓ ભારે તેજ થઈ ગઈ છે.સોશિયલ મીડિયા પર અત્યારે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો ટ્રેડ કરવાનો પ્રયાસ કરી રહી છે.આ તમામ અફવાઓ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક સન્સેશનલ દાવો કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

એમએસ ધોનીના નામની ચર્ચા પર અશ્વિનનું નિવેદન

રવિચંદ્રન અશ્વિને પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને ચાલી રહેલી વાતો પર ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. અશ્વિને સ્વીકાર્યું કે હાર્દિક પંડ્યા જેવો વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં આવે,તો સીએસકેની તાકાત બમણી થઈ શકે છે. જોકે,વર્તમાન સંજોગો અને ગણિત જોતા આ ડીલ પાર પડવાની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે.સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ છે કે ખુદ મહેન્દ્ર સિંહ ધોની હાર્દિકને ચેન્નાઈમાં લાવવા માટે મનાવી રહ્યા છે.આ મુદ્દે અશ્વિને સ્પષ્ટ કર્યું કે,કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરવાની માત્ર ઈચ્છા હોવી અને ખરેખર ઓફિશિયલ ટ્રેડ સફળ થવો.એ બંને તદ્દન અલગ બાબતો છે.

CSK નહીં પરંતુ રાજસ્થાન રોયલ્સની રેસમાં એન્ટ્રી!

અશ્વિને આ ચર્ચામાં એક નવો વળાંક આપતા રાજસ્થાન રોયલ્સનું નામ લીધું હતું.અશ્વિનના જણાવ્યા અનુસાર,ઇનસાઇડર રિપોર્ટ્સ અને ચર્ચાઓ પ્રમાણે હાર્દિક પંડ્યાના સંભવિત ટ્રેડની રેસમાં અત્યારે ચેન્નાઈ કરતા રાજસ્થાન રોયલ્સનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.જો મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને રિલીઝ કે ટ્રેડ કરવાનો નિર્ણય લેશે, તો માત્ર સીએસકે જ નહીં પરંતુ અન્ય ઘણી ફ્રેન્ચાઈઝી પણ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર થશે.જોકે,હજુ સુધી આ અંગે મુંબઈ ઈન્ડિયન્સ કે હાર્દિક તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી,તેથી આને માત્ર સંભવિત અટકળો જ ગણવી જોઈએ.

મુખ્ય કોચની વિદાય સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ફેરફાર

હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સવાલો એવા સમયે ઉઠી રહ્યા છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ના કેમ્પમાં વહીવટી સ્તરે મોટા ફેરફારો થઈ ચૂક્યા છે.ફ્રેન્ચાઇઝીએ પોતાના મુખ્ય કોચ મહેલા જયવર્દને સાથેનો બીજો કાર્યકાળ પૂરો કરી લીધો છે.જયવર્દને અગાઉ 2017થી 2022 વચ્ચે મુંબઈને 3 વાર આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,જેના કારણે 2025માં તેમની ફરીથી વાપસી થઈ હતી.પરંતુ, તેમનો બીજો સ્પેલ ટીમ માટે નિરાશાજનક રહ્યો.2025ની સીઝનમાં મુંબઈની ટીમ ચોથા ક્રમે રહીને ક્વોલિફાયર-2 માંથી બહાર થઈ ગઈ હતી,જ્યારે 2026ની સીઝનમાં પ્રદર્શન વધુ ખરાબ રહ્યું અને પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને ફેંકાઈ ગઈ હતી.

IPL 2027 પહેલાં કેવું રહેશે ફ્રેન્ચાઈઝીઓનું ગણિત?

આગામી સીઝન પહેલા તમામ ટીમોની નજર પ્લેયર્સ રીટેન્શન લિસ્ટ અને ટ્રેડિંગ વિન્ડો પર ટકેલી રહેશે. હાર્દિક પંડ્યા જેવા કેપ્ટનશિપ મટીરિયલ અને મેચ વિનર ઓલરાઉન્ડરના પક્ષમાં જો કોઈ મોટો નિર્ણય લેવાય, તો તે આખી હરાજી ની રણનીતિને બદલી નાખશે. હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાન કે ચેન્નાઈ ખરેખર હાર્દિક માટે સત્તાવાર બિડ કરે છે કે પછી મુંબઈ ઈન્ડિયન્સ પોતાના આ સ્ટાર ખેલાડીને ટીમમાં જાળવી રાખે છે

આ પણ વાંચો – ક્રિકેટ મેદાનના હીરો Yuzvendra Chahalની દર્દભરી કહાની, 26 દિવસ રિહેબ સેન્ટરમાં રહ્યા બાદ કર્યો આ ખુલાસો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *