19 ઓક્ટોબરના સમાચાર, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ભારત મુલાકાત, ભારત અને ન્યુઝીલેન્ડ FTA લાગુ સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
માર્કો રૂબિયોની ભારત મુલાકાત
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો 19 થી 22 ઓક્ટોબર, 2026 દરમિયાન પોતાની ભારત મુલાકાત વખતે રાજધાની નવી દિલ્હી જવાની જગ્યાએ સીધા મુંબઈ અને જામનગર જશે. કૂટનીતિક ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે કે કોઈ અમેરિકી વિદેશ મંત્રી સત્તાવાર ભારત પ્રવાસે આવી રહ્યા હોય અને તેમનો દિલ્હીમાં કોઈ કાર્યક્રમ નક્કી ન હોય.
ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) કાલથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ બપોરે 1 વાગ્યે વાણિજ્ય ભવન ખાતે આ કરાર લાગુ થવાના સમારોહનું નેતૃત્વ કરશે.
SCO ની બેઠકમાં રાજનાથ સિંહની હાજરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 19-20 ઓક્ટોબરે તજાકિસ્તાનના દુશાંબે ખાતે યોજાનારી શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વડાઓની પરિષદની ૨૫મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બેઠક સભ્ય દેશો વચ્ચે બહુપક્ષીય સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે.
સુપ્રીમ કોર્ટમાં દશેરાનું વેકેશન
સુપ્રીમ કોર્ટમાં 19 ઓક્ટોબરથી દશેરાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે, જેના કારણે આ આખા અઠવાડિયા દરમિયાન કોર્ટમાં નિયમિત સુનાવણી નહીં થાય. દશેરાની આ રજાઓ 19 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રૂપાલ જશે
આવતીકાલે સવારે 9:30 વાગે રૂપાલ વરદાયિની માતાના મંદિરે દર્શન કરવા જશે
નવરાત્રીનું અંતિમ નોરતું
નગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની છેલ્લા નવરાત્રીના દિવસે ભીડ જામશે ત્યારે સવારે દર્શનાર્થીઓ ઉપર કરી શકાય
વડોદરામાં મહાકાય રાવણનું દહન થશે
વડોદરાના પોલોમેદાન ખાતે દર વર્ષ ની જેમ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલાનું આયોજન કરાશે. ઉપરાંત મહાકાય રાવણ નું દહન કરાશે.જી.આઈ. ડી.સી ખાતે હાલ રાવણ,કુમ્ભકર્ણ અને મેઘનાદ ના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે.
અંબાજીમાં પરંપરાગત પૂજાનું આયોજન
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલે આઠમા નોરતે પરંપરાગત હવન અને પૂજાનું આયોજન થવાનું છે.દાંતા રાજ પરિવાર સાથે જોડાયેલી આશરે 40 પેઢી જૂની પરંપરા અનુસાર આઠમની પૂજા કરવામાં આવશે.
